ધર્મગુરુઓ RSSના વડા મોહન ભાગવતની પાછળ કેમ પડી ગયા છે?

PC: thehindu.com

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે, રામ મંદિરના નિર્માણ પછી કેટલાંક લોકો મંદિર-મસ્જિદનો મુદ્દો ઉઠાવીને પોતાની જાતને હિંદુ નેતા સમજવામા માંડ્યા છે એ કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

આ નિવેદન પછી ધર્મગુરુઓ મોહન ભાગવતની પાછળ પડી ગયા છે. રામભદ્રાચાર્યએ કહ્યું કે, આ સંઘ પ્રમુખનું અંગત નિવેદન છે, પરંતુ તેમણે યોગ્ય વાત કરી નથી. જ્યાં જયાં મંદિરો કે અવશેષો મળશે ત્યાં અમે મેળવીને રહીશું. ભાગવત સંઘના પ્રમુખ છે અમારા નથી.

સ્વામી અવિમુકતેશ્નરા નંદે કહ્યું કે, ભાગવત રાજકીય અનુકળતા મુજબ નિવેદનો આપે છે. ભારતમાં જેટલા હિંદુ મંદિરોને નુકશાન થયું છે તેની યાદી બનાવીને ASI સર્વે કરાવવો જોઇએ.

અખિલ ભારતીય સંત સમતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીએ કહ્યું કે, ધર્મનો મુદ્દો ઉભો થાય તો એ અંગે નિર્ણય લેવાનું કામ ધાર્મિક ગુરુઓનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp