મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ફેસ જાહેર કરતા ભાજપ કેમ ડરી રહી છે?
મહારાષ્ટ્રની ચૂંટણી જીતવા માટે ભાજપે હિંદુત્વના એજન્ડાથી માંડીને મુખ્યમંત્રીના ફેસ પર રહસ્ય બનાવવા સુધીની તમામ રણનીતિ અપનાવી છે. ઉદ્ધવ ઠાકરેને સત્તામાંથી ઉથલાવી દીધા પછી લોકસભાના જે પરિણામો આવ્યા તેણે ભાજપને ચોંકાવી દીધા. મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો. અમિત શાહે ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કહ્યુ હતું કે અત્યારે અમારા મુખ્યમંત્રી એકનાથ શિંદે છે, પરંતુ ચૂટણીના પરિણામો પછી બધા ભેગા થઇને નક્કી કરીશું કે CM કોણ બનશે?
દેવેન્દ્ર ફડણવીસે તો પહેલેથી કીધુ હતું કે હું CM રેસમાં નથી. અમિત શાહના નિવેદન પછી એકનાથ શિંદેએ પણ કહ્યું કે, હું રેસમાં નથી. મહારાષ્ટ્રામાં અત્યારે સત્તા વિરોધી લહેર છે એ જોતા મુખ્યમંત્રી ફેસ જાહેર કરવાનું ભાજપને યોગ્ય લાગ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp