પત્ની વૃદ્ધ સાસુ સાથે રહેવા માગતી નથી, હાઈ કોર્ટે છૂટાછેડાનો આદેશ આપ્યો

PC: lawtrend.in

પંજાબ હરિયાણા હાઈકોર્ટે છૂટાછેડાના એક કેસમાં પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે, જો પરિવાર સાથે રહેવા ન ઈચ્છતો હોય અને પરસ્પર કોઈ સમજૂતી નથી કરવી તો તો છૂટાછેડા જ યોગ્ય બાબત છે. કોર્ટે કહ્યું કે, મહિલાને ખબર હતી કે તેની 75 વર્ષની સાસુ અને માનસિક રીતે બીમાર નણંદ છે. આ હોવા છતાં, તે ગામમાં તેના પરિવાર સાથે રહેવા માંગતી નથી. કોર્ટે કહ્યું કે, જ્યારે કોઈ પણ લગ્ન કરીને વિવાહિત જીવનમાં પ્રવેશ કરે છે, ત્યારે તેણે તે મુજબ કેટલાક ફેરફારો કરવા પડતા હોય છે.

જસ્ટિસ સુધીર સિંહ અને જસ્ટિસ હર્ષ બૂંગેરની ખંડપીઠે કહ્યું કે, વિવાહિત જીવનમાં કેટલીક સ્વતંત્રતાઓને સરેન્ડર કરવી પડે છે, જે બંનેના હિત સાથે સંબંધિત હોય છે. જો કોઈ દંપતિને બાળક હોય તો તેણે પણ કેટલાક સમાધાન કરવા પડે છે. પતિની અરજી પર ટ્રાયલ કોર્ટે પહેલા જ છૂટાછેડા મંજૂર કરી દીધા હતા. છૂટાછેડાના આદેશ સામે મહિલાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે મહિલાની અરજી ફગાવી દીધી હતી.

બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, બંનેએ 1999માં લગ્ન કર્યા હતા. આ પછી પતિએ 2016માં છૂટાછેડા માટે અરજી કરી હતી. 2019માં, પલવલ કોર્ટે તેમના છૂટાછેડાને મંજૂરી આપી હતી. કોર્ટને ખબર પડી કે, મહિલા 2016થી તેની બે દીકરીઓ સાથે અલગ રહેતી હતી. તે તેની સાસુ અને નણંદ સાથે રહેવા માંગતી નથી. મહિલા ઈચ્છતી હતી કે તેનો પતિ તેની સાસુ અને નણંદને છોડીને તેની સાથે બીજી જગ્યાએ રહે. આવા જ એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ ક્રૂરતાનો મામલો છે.

કોર્ટે એ પણ અવલોકન કર્યું હતું કે, મહિલા બ્રહ્મા કુમારી સંગઠન સાથે સંકળાયેલી હતી. તેથી તેને વૈવાહિક સુખમાં કોઈ રસ નથી. વળી જ્યારે 2016થી અલગ રહેતા હોવા છતાં બંનેએ ક્યારેય સાથે આવવાનો પ્રયાસ કર્યો નથી. કોર્ટે કહ્યું કે, બંને વચ્ચેના લગ્ન સંબંધોનો અંત આવી ગયો છે. તે બંને એક બીજા સાથે ભાવનાત્મક રીતે પણ જોડાયેલા નથી. કોર્ટે એમ પણ કહ્યું કે, ફેમિલી કોર્ટે કોઈપણ પ્રકારનું વળતર આપવાની જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં, પતિએ ત્રણ મહિનામાં એક જ વખતમાં મહિલાને 5 લાખ રૂપિયાની ઉચ્ચક રકમ ચૂકવવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp