LGના નિવેદન પછી ચર્ચા શરૂ થઇ,શું દિલ્હીમાં ફરી રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરાશે?

PC: hindustantimes.com

દિલ્હીના LG વી કે સક્સેનાના એક નિવેદન પછી એવી ચર્ચા શરૂ થઇ છે કે શું દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થશે? સક્સેનાએ એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે, હું દિલ્હીના લોકોને વિશ્વાસ આપવા માંગુ છું કે દિલ્હીની સરકાર જેલમાંથી નહીં ચાલે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી તેઓ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે અને તેમણે જેલમાં બેસીને 2 નિર્ણયો પણ લીધા છે. કેજરીવાલે હજુ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી. હવે જો કોઇ સંજોગોમાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થાય તો એ પહેલીવાર નહીં હશે.

વર્ષ 2014માં દિલ્હીમા આમ આદમી પાર્ટીની સરકાર હતી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા. તે વખતે આમ આદમી પાર્ટીને કોંગ્રેસે બહારથી સપોર્ટ આપ્યો હતો. કેજરીવાલે 49 દિવસ પછી રાજીનામું આપ્યું હતું અને તે વખતે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું હતું. 2015માં ફરી વિધાનસભાની ચૂંટણી થઇ અને AAP બંપર સીટથી જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp