પતિની સટ્ટો રમવાની કુટેવ અને સસરાની ખરાબ દાનતથી કંટાળી પરીણિતાએ કરી આત્મહત્યા

PC: spectrumwomen.com

અમદાવાદમાં એક પરિણીતાએ તેના પતિ અને સસરાના ત્રાસના કારણે 19 જુલાઈના રોજ આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે પરિણીતાના પરિવારજનો દ્વારા પતિ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પરિણીતાના પિતાએ પરિણીતાના સસરા સામે શારીરિક અડપલાનો આક્ષેપ કર્યો હતો.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ આવાસમાં રહેતી 38 વર્ષની આનલ તેના પતિ અને સસરાની હરકતોથી પરેશાન હતી. મહિલાનો પતિ નિપુલ શાહને સટ્ટાની લત લાગી હતી. જેના કારણે તેણે પોતાની મોટાભાગની મિલકત સટ્ટામાં ગુમાવી દીધી હતી. આટલું જ નહીં પણ આનલે કરેલી દોઢ લાખની બચત પણ નિપુલ શાહ સટ્ટામાં હારી ગયો હતો. નિપુલ કામ પર જતો હતો. પણ પગારનો એક પણ રૂપિયો ઘરમાં આપતો ન હતો.

આ ઉપરાંત ઘર ચલાવવા માટે નિપુલ આનલને તેના પિતાના ઘરેથી પૈસા લાવવા માટે દબાણ કરતો હતો. આનલ તેના પતિની સટ્ટો રમવાની ટેવથી પરેશાન હતી. તો બીજી તરફ નિપુલના પિતા રશ્મીકાંત શાહ પુત્રવધુ પર આવાર-નવાર નજર બગડતા હતા. રશ્મીકાંત શાહ પુત્રવધુની એકલતાનો લાભ ઉઠાવીને તેની સાથે શારીરિક અડપલા કરતો હતો. જ્યારે આનલ નિપુલને સટ્ટો રમવાની મનાઈ કરતી હતી, ત્યારે નિપુલ આનલ સાથે માથાકૂટ કરતો હતો અને આનલને માર મારતો હતો. અંતે પતિ અને સસરાની આ પ્રકારની હરકતોથી કંટાળીને આનલે તારીખ 19 જુલાઈ રોજ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હતું.

જ્યારે સમગ્ર ઘટનાની જાણ આનલના માતા-પિતાને થતા તેમણે આનલના પતિ અને સાસુ-સસરા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp