વાહ શું અમ્પાયર છે! બેટ પેડ સાથે અથડાયું અને KL રાહુલ કેચ આઉટ, વિકેટ પર વિવાદ

PC: navbharattimes.indiatimes.com

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં રમતી હોય અને કોઈ વિવાદ ન થાય એવું તો શક્ય જ નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ આજથી પર્થમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી, પરંતુ જ્યારે KL રાહુલ એક છેડે ઊભો હતો ત્યારે ભારતીય ચાહકોને નિરાંત હતી. જો કે, ટીમ ઈન્ડિયા અને તેના ચાહકોને મોટો આંચકો ત્યારે લાગ્યો, જ્યારે KL રાહુલને થર્ડ અમ્પાયર દ્વારા વિવાદાસ્પદ રીતે આઉટ જાહેર કરવામાં આવ્યો, જ્યારે કોમેન્ટેટર્સ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. બીજી તરફ KL રાહુલ પણ આ નિર્ણય પર વિશ્વાસ કરી શક્યો ન હતો.

હકીકતમાં, આ બધું મિચેલ સ્ટાર્ક દ્વારા ફેંકવામાં આવેલી 23મી ઓવરમાં થયું હતું. જ્યારે મિચેલ સ્ટાર્કનો બોલ KL રાહુલની બાજુમાંથી પસાર થયો ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમે જોરદાર અપીલ કરી હતી. ફિલ્ડ અમ્પાયરે ના કહ્યું, ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમે DRS લઇ લીધું. આના પર થર્ડ અમ્પાયરે રિવ્યુ જોયો અને KL રાહુલ વિરુદ્ધ નિર્ણય આપ્યો. આના પર KL રાહુલ નિરાશ થઈને પેવેલિયન તરફ ચાલ્યો ગયો હતો, પરંતુ તેના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે, તેને આવા નિર્ણયની અપેક્ષા જ નહોતી. તે ચિડાઈ ગયેલો દેખાઈ રહ્યો હતો.

વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે, બોલ બેટમાંથી પસાર થઈ ગયો હતો, જ્યારે આ પહેલા જ બેટ પેડ સાથે અથડાઈ ગયું હતું. આ અવાજ સ્નીકોમીટરમાં આવ્યો. અહીં થર્ડ અમ્પાયરે આ તરફ ધ્યાન આપવું જોઈતું હતું, પરંતુ તેમણે સમય લીધા વિના પોતાનો નિર્ણય આપી દીધો. કોમેન્ટ્રી કરતા ભૂતપૂર્વ ક્રિકેટરોને આની સામે વાંધો હતો. તેમણે કહ્યું કે આ નિર્ણય પાચન થાય તેવો નથી. અમ્પાયરે થોડા વધુ સજાગ રહેવું જોઈતું હતું.

ચાલો કંઈ નહીં, KL રાહુલ 74 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થયો હતો. તેની પહેલા યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા, જ્યારે વિરાટ કોહલી માત્ર 5 રન બનાવીને નીકળી ગયો હતો. ટીમના 47 રનના સ્કોર પર KL રાહુલની વિકેટ પડી હતી. KL રાહુલને ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણવામાં આવે છે, તેની ટેકનિક વિશ્વમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના શોટ્સમાં એક અલગ ક્લાસ દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp