55 સેકેન્ડમાં આ કંપનીના 200 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચાઈ ગયા
ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમી (Xiaomi)એ હાલમાં જ પોતાના બે સ્માર્ટફોન Mi 10 અને Mi 10 Pro માર્કેટમાં લૉન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોનની સૌથી મોટી ખાસ વાત 108 મેગાપિક્સલનો કેમેરા છે. ચીનમાં લૉન્ચ કરવામાં આવેલા આ બંને મોડેલ ગત મંગળવારે યોજાયેલા પ્રથમ સેલમાંથી આ ફોનની લોકપ્રિયતાનો અંદાજો મળ્યો હતો. પ્રથમ જ સેલમાંથી માત્ર 55 સેકન્ડમાં આ બંને મોડેલનો બધો જ સ્ટોક ખતમ થઈ ગયો હતો.
સેલમાંથી વેચાયેલા ડિવાઈસની કિંમત રૂ.200 કરોડથી પણ વધારે છે. આ પહેલા કંપનીએ Xiaomi Mi10 ફોન માટે પ્રથમ સેલનું આયોજન કર્યું હતું. તા. 14 ફેબ્રુઆરીએ પ્રથમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 1 જ મિનિટમાં Xiaomi Mi10નો તમામ સ્ટોક ખાલી થઈ ગયો હતો. જ્યારે Mi10 સ્માર્ટફોનથી થયેલા વકરાની કિંમત રૂ.200 કરોડથી વધારે હતી. જ્યારે Xiaomi Mi10 Pro માત્ર 5 જ સેકન્ડમાં મોટા ભાગના ડિવાઈસ વેચાઈ જતા એક રેકોર્ડ બનાવ્યો હતો. Mi10 Pro સ્માર્ટ ફોન ત્રણ કલર ઓપ્શનમાં મળે છે. જેમાં સિલ્વર બ્લેક, પીચ ગોલ્ડ અને આઈસ બ્લુ કલરનો સમાવેશ થાય છે. આ ડિવાઈસની કિંમત 8 GB RAM + 256 GB સ્ટોરેજ મો઼ડેલની કિંમત આશરે રૂ.50,000 છે. જ્યારે 12 GB RAM + 512 GB સ્ટોરેજ મોડેલની કિંમત આશરે 60,000 રૂ. છે.
આ બંને ફોનનું સૌથી ખાસ ફિચર તેનો 108 MP નો કેમેરા છે. 108 MP સેન્સર સિવાય પણ 20 MP વાઈડ એન્ગલ સેન્સર, 12 MP ડેપ્થ સેન્સર, 5 MP ટેલિફોટો લેન્સ અને 2 MP માઈક્રોલેન્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 6.47 ઈંચની ફૂલ HD ડિસપ્લે અને AMOLED લુક આપવામાં આવ્યો છે. જ્યારે ક્વાલકોમ પ્રોસેસરને કારણે ફોનમાં સ્પીડ મળી રહેશે. આ ઉપરાંત 5260mAh ની એક બેટરી પણ આપવામાં આવી છે. કંપનીએ આ પરિણામને મોટી સફળતા માની છે. કંપની આ જ વર્ષે આ બંને મોડેલ ભારતમાં લૉન્ચ કરશે એવી તૈયારી બતાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp