યોગ દ્વારા પોતાના અને સ્વજનોના વિપરીત સ્વભાવને બદલી શકાય

PC: laenergiadelavida.es

ચૈતન્ય મન દ્વારા ભાવિ ઘટનાઓની જાણકારી મેળવી શકાય.

ઘણી વખત માનવામાં નહીં આવે તેવી બાબતો ચર્ચાતી હોય છે. સાંભળવા મળે છે ત્યારે એ બાબતના રહસ્ય ગંભીરતાથી વિચારીએ તો સતત શાંત ચિત્તે શ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાથી મન શાંત થતાં મનની ચેતના જાગૃત થાય છે અને એ સ્થિતિમાં આલ્ફાવેવ્ઝ શરૂ થઈ જતાં હોય છે. દૃઢ મનોબળ સાથે, સંકલ્પ બળ સાથે બીજાને સૂચવેલા સૂચનો ખૂબ જ પ્રભાવશાળી બને છે અને એ રીતે બીજાના કટુ, ઉગ્ર, વિપરીત સ્વભાવને અનુકૂળ બનાવી શકાય છે.
સહયોગ, આત્મીય અને સાત્વિક ભાવનાનો વિકાસ, વિચારોના પરિવર્તન માટે જરૂરી
જ્યોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરાએ જણાવ્યું કે યોગ-ધ્યાન દ્વારા આપણે પોતાનામાં, બીજાનામાં અસાધારણ પરિવર્તન લાવી શકીએ, પણ એ માટે સતત સુષુમ્ણા નાડીમાં રહી સહયોગ, મૈત્રી અને સાત્વિક ભાવનામાં વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. જો આપણે રાગ, દ્વેષ, ઈર્ષાથી પીડાતા હોય તો બીજાના તો ઠીક પણ પોતાના વિચારો, ભાવનાઓ નહીં બદલી શકીએ. જ્ઞાનમુદ્રા અથવા પ્રાણમુદ્રામાં બેસી સતત નાભી ચક્ર (સ્વાધિષ્ઠાન ચક્ર), હૃદય ચક્ર પર ધ્યાન કરવાથી મનના મનમાં 'ૐ કાર'નું ઉચ્ચારણ કરવાથી પોતાને અને બીજાને યોગ્ય અનુકૂળ સૂચનો આપવાથી વિચારોમાં પરિવર્તન લાવી શકાય. વિચાર પરિવર્તન દ્વારા પારિવારિક જીવનને મધુર બનાવીએ અને કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મેળવીએ.

જ્યોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરાએ વધુમાં જણાવ્યું કે સતત બીજાનું હિત વિચારવાથી, પરોપકારી ભાવનાથી, લોકભોગ્ય કાર્ય કરવાથી માનસિક પ્રસન્નતા વધે છે. વિચારોમાં પરિવર્તન લાવવા માટે પારિવારિક જીવનને મધુર બનાવવા માટે મનોબળ વધારવા માટે માનસિક પ્રસન્નતાનું ખૂબ જ મહત્ત્વ છે. માનસિક પ્રસન્નતા હંમેશા પ્રાકૃતિક સૌંદર્યથી, ખુશ રહેવાથી, ધ્યાન યોગથી મેળવી શકાય. મગજમાં ચાલતા ખોટાં વિચારોથી મુક્ત થઈ શકાય પણ સતત નિયમિત યોગ પ્રાણાયામ જરૂરી. વાયુ પ્રકૃતિમાંથી મુક્ત થવા માટે બંને હાથથી અપાનવાયુ મુદ્રા કરી શાંત ચિત્તે સુખાસન, પદ્માસનમાં બેસી શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અથવા શવાસનમાં સૂઈ સૂતા સૂતા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી હકારાત્મક વિચારો, પ્રોગ્રેસિવ વિચારો કરો ધીમે ધીમે અનુકૂળ વાતાવરણ, સ્થિતિ સંજોગો સર્જાશે અને જીવનમાં ખૂબ જ સારી પ્રગતિ કરી શકશો. ખોટા નકારાત્મક વિચારો કરવાથી અહિત થાય છે તો શા માટે ખોટા વિચારો કરીએ. માનસિક પ્રસન્નતા, ઉચ્ચ વિચાર આપણા સંપૂર્ણ વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. જેથી આજથી યોગ પ્રાણાયામ શરુ કરી સ્વસ્થ બનીએ વધુમાં વધુ પ્રગતિ કરી પરિવાર અને દેશને પણ સમૃદ્ધ બનાવીએ.

માનસિક શાંતિ અને સફળતા માટે ધ્યાનયોગ મૂળ મંત્ર છે.

આજના પ્રતિસ્પર્ધાના યુગમાં જેમ જેમ આપણે વધુ પ્રગતિ કરી રહ્યા છીએ, સફળતા મેળવી રહ્યા છીએ એ સ્થિતિમાં અતિ વ્યસ્થતાના કારણે માનસિક શાંતિ હણાતી જઈ રહી છીએ તે સ્થિતિમાં સફળતા અને માનસિક શાંતિ માટે ઓછામાં ઓછા 24 મિનિટ અને આમ 48 મિનિટનો સમય આપણે પોતાના માટે કાઢીએ. એકી સાથે આટલો સમય ન નીકળી શકે તો જ્યારે જ્યારે પણ 5-7 મિનિટ ફ્રી હોવ ત્યારે ધ્યાન કરવાની તક ઝડપી લેવી. કાયમી શરદી રહેતી હોય, જો આપણી કફ પ્રકૃતિ હોય તો શ્વાસ પ્રોપર્લી નહીં લઈ શકતા, મન સ્થિર થતું નથી અને ધ્યાન યોગમાં સફળતા મળતી નથી એ માટે સૂર્ય મુદ્રા, સૂર્ય નાડી પ્રાણાયામ કરી શરદી અને કફમાંથી મુક્ત થઈ પૌષ્ટિક આહાર દ્વારા, વધુમાં વધુ પ્રાણાયામ દ્વારા ઓક્સિજન લઈ શારીરિક નબળાઈ દૂર કરી વધુ સમય માટે ધ્યાન કરી શકાય. જેમ જેમ ધ્યાનનો સમય વધશે સફળતા મળશે જ. ગમે ત્યાં ખાવું, વિપરીત આહાર ધ્યાન યોગમાં વર્જ્ય છે. જેથી ધ્યાન યોગમાં સફળ થવું હોય તો આહાર-વિહારમાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. સાત્વિક ખોરાક, પૌષ્ટિક આહાર અને માનસિક શાંતિની સાથે સાથે શુદ્ધ-સ્વચ્છ વાતાવરણ, સુગંધિત વાતાવરણ ધ્યાન યોગ માટે ખૂબ જ લાભદાયી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp