માત્ર 35 વર્ષની ઉમરે છે 9 હજાર કરોડનો માલિક, મોટાભાગની સંપત્તિ દાન કરી દેશે

PC: svasalife.com

ભારતમાં સૌથી ઝડપથી ગ્રોથ કરનારી સ્ટોક બ્રોકિંગ કંપની Zerodhaના કો-ફાઉન્ડર નિખિલ કામથે એક મોટી જાહેરાત કરી છે. હાલમાં જ માત્ર 35 વર્ષની ઉંમરે દેશના સૌથી યુવાન અબજોપતિ બન્યા બાદ હવે તેઓ પોતાની સંપત્તિનો મોટાભાગનો હિસ્સો દાનમાં આપી દેશે. પરોપકાર્ય માટે પોતાની સંપત્તિ દાન કરવા માટે તેઓ દિગ્ગજ નિવેશક વોરેન બફેટ અને અબજોપતિ બિલ ગેટ્સની ધ ગિવિંગ પ્લેજની સાથે જોડાઈ ગયા છે. આ સાથે જ તેમા સામેલ થનારા તેઓ ચોથા ભારતીય બની ગયા છે.

અબજોપતિ નિખિલ કામથે આ સંબંધમાં કહ્યું, પોતાની નાની ઉંમર હોવા છતા, હું દુનિયાને સકારાત્મક રૂપથી પ્રભાવિત કરવા માટે પ્રતિબદ્ધ છું અને મને લાગે છે કે, એક વધુ સમતામૂલક સમાજ બનાવવાનું ધ ગિવિંગ પ્લેજનું મિશન તેના મૂલ્યો અને આકાંક્ષાઓની સાથે મેચ થાય છે. જણાવી દઈએ કે, નિખિલ કામથ આ પરોપકારી સંસ્થા સાથે જોડાનારા સૌથી યુવાન ભારતીય પણ છે. 36 વર્ષીય નિખિલ કામથ છેલ્લાં બે દાયકાથી શેર બજારમાં સક્રિય છે, તેમણે નાની ઉંમરમાં આ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને ખૂબ જ જલ્દી ધનવાનોના લિસ્ટમાં સામેલ થઈ ગયા.

નિખિલ કામથ એવા ચોથા ભારતીય બન્યા છે, જે વર્ષ 2010માં વોરેન બફેટ અને બિલ ગેટ્સ દ્વારા સ્થાપિત The Giving Pledge સાથે જોડાયા છે. આ પહેલા અજીમ પ્રેમજી, કિરણ મજૂમદાર-શૉ અને રોહિણી તેમજ નંદન નીલેકણિ તેમા સામેલ થઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, ધ ગિવિંગ પ્લેજ એક અભિયાન છે, જે દુનિયાભરના ધનવાનોને પોતાના જીવનકાળમાં અથવા તો પછી પોતાની વારસાઈમાં પરોપકાર્યો માટે ઓછામાં ઓછી અડધી સંપત્તિ દાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

એક સ્કૂલ ડ્રોપ આઉટમાંથી દેશના સૌથી યુવાન અબજોપતિ બનવા સુધીનો નિખિલ કામથનો પ્રવાસ રસપ્રદ છે. Zerodha ના કો-ફાઉન્ડર પોતાની મહેનતના દમ પર સફળતાના શિખર પર પહોંચવા માટે જાણીતા છે. તેમની કંપની હાલ દેશની સૌથી મોટી ગ્રોથ કરનારી સ્ટોક બ્રોકિંગ કંપની છે. તેમણે Humans of Bombay ને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની જર્ની વિશે જણાવતા કહ્યું હતું કે, માત્ર 17 વર્ષની ઉંમરમાં તેમણે નોકરી કરવાનું શરૂ કરી દીધુ હતું અને તેમની પહેલી નોકરી એક કોલ સેન્ટરની હતી, જ્યાં તેમને માત્ર 8000 રૂપિયા પગાર મળતો હતો.

નોકરીમાં નિખિલ કામથનું મન ના લાગ્યું, તો તેમણે શેર માર્કેટમાં એન્ટ્રી લેતા ટ્રેડિંગ શરૂ કરી દીધુ. અહીંથી તેમના ધનવાન બનવાની શરૂઆત પણ થઈ ગઈ. નિખિલ કામથના જણાવ્યા અનુસાર, તેમણે જ્યારે શેર ટ્રેડિંગ શરૂ કર્યું, ત્યારે તેઓ તેને ગંભીરતાપૂર્વક નહોતા લેતા. જોકે, એક વર્ષમાં જ તેમને બજારની વેલ્યૂ ખબર પડી ગઈ અને તેમણે તેના પર સમગ્ર ફોકસ કરી લીધુ. ત્યારબાદ તેમણે પાછું વળીને નથી જોયુ, તેમની સંપત્તિ એટલી ઝડપથી વધી કે આજે તેઓ દેશના સૌથી યુવાન અબજપતિ બનીને સામે આવ્યા છે. ફોર્બ્સ અનુસાર, નિખિલ કામથની નેટવર્થ 110 કરોડ ડૉલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp