15 ઓગસ્ટ પહેલાં રાજકોટમાં દેશી પિસ્તોલ બનાવાનું કારખાનું ઝડપાયું

PC: khabarchhe.com

15 ઓગસ્ટને લઈને દેશમાં સુરક્ષા સઘન બનાવામાં આવી છે ત્યારે રાજકોટના SOGના આર. કે. જાડેજાની બાતમીને લઈને કોઠારીયા રોડ પર કુષ્ણનગર વિસ્તારમાં આવેલિ શક્તિ ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં રેડ પાડતા પોલીસ પણ દેશી હથિયાર અને દેશી હથિયાર બનાવવાના સામાનને જોઈને ચોંકી ઊઠી હતી. તપાસ કરતા 17 દેશી પિસ્તોલ, 10 બટ, 10  બેરલ, 9 મેગેઝીન અને હથિયાર બનાવવાના સાધનો સાથે આરોપી હિરેન સરધારા, હર્ષ હોથી, અલ્પેશ વાસાણી અને બાબુ સીસીદીયાની ધરપકડ કરવામાં આવી હતી. આમ આરોપી દ્વારા અગાઉ કેટલાં હથિયાર બનાવી કોને કોને વેચાણ કરવામાં આવ્યા છે, તેની પૂછપરછ હાથધરી તપાસ હાથ ધરવામાં આવી છે અને 15 ઓગસ્ટ પહેલા એક સાથે આટલી મોટી માત્રામાં હથિયારનો જથ્થો પકડાતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp