જાણો ગુજરાત સરકારે 7.73 લાખ ખેડૂત ખાતેદારોને 762 કરોડ શેના ચૂકવ્યા

PC: meranews.com

મહેસૂલ મંત્રી કોશિક પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂત ખાતેદારોને સબસિડી ઝડપથી ચૂકવવા માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રાજ્યના 96 તાલુકાઓમાં 7.73 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને ક્રોપ ઈનપુટ સબસીડી પેટે રૂ. 762 કરોડથી વધુની સબસિડી ચુકવવામાં આવી છે.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે રાજ્યમાં પ્રવર્તમાન અછતની પરિસ્થિતિ અંતર્ગત કરવામાં આવી રહેલ રાહત કામગીરી અંગે વિગતો આપતા જણાવ્યું કે, અછતગ્રસ્ત જાહેર કરેલા 51 તાલુકાઓમાં પશુઓ માટે આજદિન સુધી 648.62 લાખ કિ.ગ્રા. ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. કેટલ કેમ્પમાં હાલમાં કચ્છ જિલ્લામાં કાર્યરત કુલ 236 ઢોરવાડામાં 1.45 લાખથી વધુ પશુઓને આશ્રય આપવામાં આવ્યો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ 11 જિલ્લાના 51 તાલુકાઓની 444 રજી. ગૌશાળા/પાંજરાપોળમાં આશ્રય લઈ રહેલાં 2.59 લાખથી વધુ પશુઓ માટે પશુ સહાય પેટે રૂ. 35.78 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ 3655 કામો ચાલુ છે. આ કામ પર 55062 જેટલા શ્રમિકો શ્રમદાન દ્વારા રોજગારી મેળવી રહ્યાં છે. જેમાંથી અત્યાર સુધીમાં 57.94 લાખ જેટલી માનવ દિન રોજગારી પૂરી પાડવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp