20 વર્ષની મહેનત બાદ ખેડૂતે ઉગાડી ઠળીયા વગરની લીચી
લીચી ઘણા બધા લોકોની પસંદગીનો ફ્લેવર છે. પરંતુ લીચી બધી જમીન પર પાકી શકે એમ નથી. પરંતુ, લીચીપ્રેમીઓને એના અંદરની નીકળતા ઠળીયા સામે કાયમી ફરિયાદ હોય છે. જે ક્યારેક જડબાને અનબેલેન્સડ કરી નાંખે છે. પરંતુ, એક ખડૂતે ભારે જહેમત બાદ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. આશરે 20 વર્ષની મહેનત બાદ તેમને આ સફળતા મળી છે. તેણે લીચીની એક એવી જાત ઉછેરી છે જેમાં અંદરથી ઠળીયો નીકળો જ નથી. તેમ છતાં ફળ આખું જ પાકે છે. જે રીતે વાસ્તવિક લીચી હોય છે.
તિબ્બી ડિક્સન નામનો ખેડૂત ઓસ્ટ્રેલિયાના ઉત્તરી પ્રાંત ઉત્તરી ક્વિંસલેન્ડથી દૂર સરીના બીચના વિસ્તારમાં રહે છે. તેણે 5 હજાર ડૉલર એટલે કે આશરે 3.5 લાખ રૂપિયાની લીચીની ખેતી કરી છે. પણ લીચીની ખાસ વાત એ છે કે, એમાં અંદરથી કોઈ ઠળીયો નીકળતો નથી. આ માટે તેમણે ચીનમાં પાકતી લીચીની એક જાતનો ઉપયોગ કર્યો છે. જ્યારે શરૂઆત કરી ત્યારે એક નાનકડા છોડમાં લીચી ઊગી હતી. પછી બીજી બધી જાત પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ ક્રોસ પોલિનેશનનો ઉપયોગ કરીને ખેતી કરે છે. ડિક્સને લીચીની જે નવી જાત વિકસીત કરી છે તે બીજ રહિત છે. આ સાથે તેનો સ્વાદ પણ થોડો અલગ છે.
ખેડૂત કહે છે કે,આ લીચીમાં થોડો ટેસ્ટ અનાનસ જેવો આવે છે. આ પ્રકારના જાત વિકસાવવામાં થોડો સમય લાગ્યો છે. જે લીચીની બાકીની જાત કરતા જુદી પડે છે. ટેસ્ટમાં અને દેખાવમાં. સૌ પ્રથમ જ્યારે આ જાતની ખેતી કરવામાં આવી હતી ત્યારે એમાં ઠળીયા હતા. પરંતુ, આ પ્રકારની જાતને ઉછેરા અનેક પ્રક્રિયાઓ બદલવી પડી હતી. ધીમે ધીમે પ્રક્રિયા આગળ વધી અને તેનો આકાર નાનો થતો ગયો. પછીથી ઠળીયા રહિત લીચી તૈયાર થઈ. આવનારા વર્ષોમાં વધુ છોડવા ઉછેરવા છે જેથી તેને માર્કેટમાં વેચી શકાય. આ પ્રકારનું ફળ સામાન્ય લીચી કરતા અનેક રીતે સાઈઝ અને સ્વાદમાં નોખું પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp