ગુજરાતનો એક ખેડૂત પોતાના ફાર્મમાં દેશ-વિદેશની 300 થી વધુ કેરીની જાતો ઉગાડે છે
ગુજરાત કેરીનું મુખ્ય માર્કેટ છે અને અહીં એક ખેડુત એવો છે જે પોતાના ફાર્મમાં દેશ- વિદેશની 300થી વધારે કેરીની જાત ઉગાડે છે. સાસણ ગીરમાં સુમીત જારીયા અને તેના પિતા સમસુદ્દીન જારીયા 20 વર્ષથી તેમની ખેતરમાં 300થી વધારે કેરીની જાત ઉગાડે છે, તેમની પાસે 4500 આંબા છે.
તેમના ફાર્મમાં દુનિયાની સૌથી મોંઘી કેરી જાપાનની મીયાકાઝી, બનાનાન મેંગો, થાઇલેન્ડની સુપરક્વીન, ઇઝરાયલની જાંબલી રંગની કેરી, સોનપરી, અરૂણિકા, પુસા સૂર્યા, પુસા પિતાંબર જેવી અનેક જાતો ઉગાડવામાં આવે છે. સુમીતનું કહેવું છે કે કેસર કેરી માટે ગુજરાતમાં સૌથી સારું વાતાવરણ છે.
સુમીતે કેરી પણ ઘણું રિસર્ચ કર્યું છે અને તેઓ પુણે યુનિવર્સિટીમાંથી બાયોટેકમાં સ્નાતક થયેલા છે. એ પછી આસામની તેજપુર યુનિવર્સિટીમાંથી તેમણે માસ્ટર ડીગ્રી મેળવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp