ચોમાસુ મોડું શરૂ થશે તો આગોતરું વાવેતર નિષ્ફળ થશે, ખેડૂતો સાવધાન

PC: srihariprathapaneni.blogspot.com

ખરીફ સીઝનમાં ચોમાસુ મોડું થવાની આગાહી છે. તેથી ખેડૂતો નુકસાનથી બચવા માટે ખરીફ પાકની વાવણી મોડી 10 થી 15 દિવસ બાદ શરૂ કરવાની સલાહ આપી છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઉત્તર કર્ણાટક તેમજ મધ્ય ભારતના રાજ્યોમાં ચોમાસાના આગમનમાં વિલંબ થશે. ખેડૂતો વરસાદ પહેલા ઓરવણું કરીને મગફળી કે કપાસની વાવણી કરશે તો તેમને વધું ખર્ચનો સામનો કરવો પડશે.

સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોને કુવાની કે બોરની સિંચાઈની સુવિધા છે તેઓ 1 જૂન થી 10 જૂન સુધી ઓરવણું એટલે કે આગોતરું વાવેતર કરી લે છે. તેથી 15 જૂને પ્રથમ વરસાદ પડે ત્યારે તેનો પાક બધાથી આગળ રહે અને સારા વરસાદથી સારો પાક ઉતરે. ઓરવણું કરવામાં મગફળીનો પાક મુખ્ય હોય છે. કપાસને વરસાદ થાય તે પહેલા બિયાં જમીનમાં રોપી દેવામાં આવે છે. તેથી આ વખતે ખેડૂતોનું જોખમ વધી શકે છે.

7 જૂને ચોમાસુ શરૂ, ગુજરાતમાં 25થી 30 જૂન આસપાસ 

ચોમાસાની ધીમી ગતિને કારણે કેરળમાં વરસાદના આગમનમાં વિલંબ થવાની ધારણા છે. આ અગાઉ 4 જૂનના રોજ કેરળમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી, પરંતુ તાજેતરના અંદાજમાં એવું માનવામાં આવે છે કે, ચોમાસાનું આગમન 7 જૂનની આસપાસ થશે, જેમાં 2 દિવસ આગળ-પાછળ થઈ શકે છે. જો કે, ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ(આઇએમડી)ના અનુસાર, કેરળમાં 6 જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા છે, જેમાં 4 દિવસનો તફાવત હોઈ શકે છે. ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું બેસે છે પણ આ વખતે 25થી 30 જૂન સુધી પ્રથમ વરસાદ વ્યાપર રીતે લંબાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp