શ્રીમંતોની પહેલી પસંદ એવા ભાલિયા ઘઉં મોંઘા થવાની શક્યતા

PC: facebook.com/HealthifyMe

અમદાવાદના ભાલ વિસ્તારમાં અતિવૃષ્ટિ અને માવઠાથી ખેડૂતો સૌથી કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. ચોમાસું નિષ્ફળ ગયા બાદ હવે રવી સિઝન પર પણ સંકટ છે. ભાલ વિસ્તારના 20થી વધુ ગામોના ખેતરોમાં ચોમાસાના પાણી ભરાયેલા છે. વર્ષોથી ચોમાસુ પાક પર નહીં પણ શિયાળુ પાક પર નભતા ભાલમાં કાંઠાના કે ભાલીયા ઘઉંનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ માંડ 50 ટકા થયું છે. 37થી40 હજાર હેક્ટર ભાલિયા બિન પિયત ઘઉંનું વવેતર થાય છે, તેમાં માંડ 10 હજાર હેક્ટર વાવેતર થઈ શક્યું છે. જે ગયા વર્ષે આ સમય ગાળા દરમિયાન 20 હજાર હેક્ટર વાવેતર હતું. બિન પિયત ભાલિયા ઘઉંનું 95 ટકા વાવેતર અમદાવાદ જિલ્લાના ધોલેરાના ભાલ વિસ્તારમાં થાય છે. અમદાવાદ જિલ્લામાં 9500 હેક્ટરમાં વાવેતર હાલ થયું છે. ઓછું વાવેતર થતા તેનો ભાવ વધવાની શક્યતા રહેલી છે. 

ગુજરાતમાં હાલ 9.15 લાખ હેક્ટરમાં પિયત ઘઉંનું વાવેતર થાય છે તેમાં હાલ 1.60 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. હજુ વાવણી ચાલુ છે.  

ધોલેરા સરનું કામ ચાલુ હોવાથી તેના માર્ગો પર 10 ફૂટ સુધી ઉંચી માટી નાંખેલી હોવાથી ઘણાં ખેતરોમાં પાણી ભરાયેલા છે. આમેય સરના 22 ગામોમાં આજે પણ પાણી ભરાયા છે તેથી ખેતરોમાં બની રહેલાં ધોલેરા સર કે સિટી ઉપર હવે પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે. ભરાયેલા પાણી બતાવે છે કે હવે ધોલેરા સરમાં કોઈ ઉદ્યોગ માટે મકાન બનાવી શકાય તેમ નથી. બનાવે તો જોખમ ભરપુર છે.

અમદાવાદના ભાલીયા ઘઉં ગુજરાત, દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ આ વર્ષે ભાલ વિસ્તારમાં થયેલી અતિવૃષ્ટિ અને પછી આવેલા એક બાદ એક માવઠાથી હાલ ભાલ વિસ્તારમાં 6ઈંચથી 6 ફૂટ સુધી પાણી ભરાયા છે.

ભાલમાં બિનપિયત ઘઉંનું 40 હજાર હેકટર વિસ્તારમાં સપ્ટેમ્બરના અંતથી નવેમ્બરના પહેલા સપ્તાહમાં ઘઉંની વાવણી સામાન્ય રીતે થાય છે. ભાલીયા ઘઉંમાં સિંચાઇના પાણીની જરૂર નથી અને માત્ર ચોમાસાના વરસાદનો ભેજ જ પૂરતો હોય છે. હાલ ખેતરો પાણીથી છલોછલ છે. ભાલીયા ઘઉંનું પૂરું વાવેતર થઈ શકે તેમ નથી.

ભાલીયા ઘઉં પણ ઘણા પ્રખ્યાત છે. ભાલીયા ઘઉંને દાઉદખાની ઘઉં કે કાંઠા ઘઉં પણ કહેવામાં છે. અને દાણો અતિશય કડક હોય છે. તેમજ ભાલિયા ઘઉંમાં ગ્લુટેન વધુ હોવાથી તેમાંથી બનેલી રોટલી કે વાનગીઓ ખાવામાં મીઠી લાગે છે. તે શરીરમાં ફેલાતા ઝેરી પદાર્થને અટકાવે છે. અને તે ટાઈપ 2 ડાયાબિટીઝને પણ ઘટાડે છે. તેમજ હૃદયને મજબૂત રાખે છે. આ ઘઉં કૉલોરેક્ટલ કૅન્સરના જોખમને ઘટાડે છે. શરીરમાં વધારે કેલેરી જમા થતી અટકાવે છે. આવા જ ફાયદાઓના કારણે હવે ભાલિયા ઘઉં શ્રીમંત લોકોની પહેલી પસંદ બની ગયા છે. આથી જ તેના ભાવ વધુ મળે છે.

 

ભાવનગર અને અમદાવાદ જિલ્લાના મળીને કુલ ૯૪ ગામોના સમુહ વડે બનતો, દરિયા કાંઠાનો અને સવાના પ્રકારના ઘાસિયા મેદાનો ધરાવતો વિસ્તાર ભાલ વિસ્તાર તરીકે ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં ભાલ શબ્દનો અર્થ કપાળ થાય છે. આ વિસ્તાર કપાળ જેવો સપાટ અને કાંકરા-પત્થર વગરનો હોવાથી કદાચ એવું નામ પડ્યું હોવાનું મનાય છે. સમતળ, રેતી-પથ્થર વગરની કાળી કાંપની માટી ધરાવતો, દરિયા કાંઠાનો અને સવાના પ્રકારના ઘાસિયા મેદાનો ઘરાવતો ફળદ્રુપ વિસ્તાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp