જાતિ વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખતમ થવી જોઇએ, ‘ઝીરો ટોલરન્સ’ અપનાવોઃ મીરા કુમાર

PC: indianexpress.com

વરિષ્ઠ કોંગ્રેસ નેતા મીરા કુમારે રવિવારે જાતિ વ્યવસ્થાની બિમારીને સંપૂર્ણ રીતે ખતમ કરવા અને પૂર્વાગ્રહો વિરૂદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપવાનાવવા પર ભાર મૂક્યો છે. કુમારની ટિપ્પણી રાજસ્થાનમાં એક શિક્ષક દ્વારા માર માર્યા બાદ એક દલિત છાત્રના મોતની ઘટના બાદ આવી છે.

એક ઇન્ટરવ્યુમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જાતિના આધારે અત્યાચારની ઘટનાને જોતા કોઇ વિશેષ શાસન કે, રાજકીય દળને જવાબદાર ન ઠેરવવા જોઇએ કારણ કે, આ જાતિ વ્યવસ્થાને સમાપ્ત કરવાના મુખ્ય સવાલ પરથી ધ્યાન હટાવે છે. તેમણે ભાર મૂકીને કહ્યું કે, જાતિ વ્યવસ્થા નબળી પણ નથી પડી અને સમાપ્ત પણ નથી થઇ.

તેમની આ ટિપ્પણી 20મી જુલાઇના રોજ રાજસ્થાનના ઝાલોર જિલ્લાની એક સ્કૂલમાં પાણી પીવાના વાસણને અડકવા પર એક શિક્ષક દ્વારા 9 વર્ષના છાત્ર ઇંદ્ર કુમારને માર માર્યાના થોડા દિવસો બાદ આવી છે. છાત્રનું સારવાર દરમિયાન અમદાવાદમાં મોત થયું હતું. આ મુદ્દે આરોપી શિક્ષક ચૈલ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. સ્કૂલમાં દલિત છાત્રના મોતને લઇને રાજસ્થાનની કોંગ્રેસ સરકારની આલોચના થઇ રહી છે.

આ પૂછવા પર કે શું દલિત અત્યાચારના મોર્ચે કોંગ્રેસ સરકાર તરફથી કોઇ ખામી રહી છે, કુમારે કહ્યું કે, આ એક એવી વસ્તુ છે કે દરેક મને પુછે છે. એવું નથી કે હું કોઇનો બચાવ કરી રહી છું કે કોઇના પર આરોપ લગાવી રહી છું. હું ફક્ત એટલુ કહેવા માગુ છું કે, રાજકીય વર્ગ અમુક હદ સુધી જવાદાર છે પણ મુદ્દો સામાજિક છે. રાજકારણ એ સમાજનું પ્રતિબિંબ છે.

તેમણે કહ્યું કે, એમ કહ્વું કે આના માટે આ વિશેષ શાસન જવાબદાર છે, આ વિશેષ પાર્ટી જવાબદાર અને આ કોઇ રાજ્યમાં થયું છે, આ આંકડા છે, અન્ય રાજ્યોમાં આંકડા અલગ છે કારણ કે, ત્યાંની પાર્ટી અલગ છે, અમારું વાસ્તવમાં આ બધામાં ન પડવું જોઇ. કારણ કે, આ મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હટાવે છે. કુમારે કહ્યું કે, જ્યારે લોકો રાજકીય એન્ગલ વિશે વાત કરવાની શરૂ કરે છે તો આ મુદ્દાને હલકો કરી દેવો જોઇએ.

પૂર્વ સામાજિક ન્યાય તથા ઓફિશિયલ મંત્રીએ જાતિ વ્યવસ્થાના ઉન્મૂલન પર આગળ વધારવાની રીતો પર વાત કરતા કહ્યું કે, સામાજિક ઇચ્છાશક્તિની જરૂર છે. સમાજે આગળ આવવું જોઇએ. આ ધર્મમાં નિહિત એક સમસ્યા છે, તો ધાર્મિક નેતા શું કરી રહ્યા છે. યુવા લોકો હંમેશા પરિવર્તન માગે છે, તેમણે આગળ આવવું જોઇએ. મહિલાઓ, તે માતા છે, સંતાનના જન્મ સમયથી જ સંતાનના સ્વભાવને આકાર આપવાની તેમની પ્રમુખ ભૂમિકા છે.

કોંગ્રેસ નેતાએ તેને લઇને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનું આવાહન કર્યું છે. તેમણે કહ્યું કે, જાતિ, ધર્મ, ત્વચાના રંગ, આર્થિક પૃષ્ઠભૂમિના આધાર પર પૂર્વાગ્રહને દૂર કરવાની જરૂર છે. કુમારે હાલમાં જ ટ્વીટ કરી હતી કે, 100 વર્ષ પહેલા પણ તેમના પિતા બાબૂ જગજીવન રામને સ્કૂલમાં પાણી પીવા માટે ના પાડી દેવાઇ હતી.

77 વર્ષીય નેતાએ આગળ કહ્યું કે, ઘણા બધા પૂર્વાગ્રહ છે. બાળપણથી જ આપણે શરૂ કરવું જોઇએ અ ઝીરો ટોલરન્સનો નારો હોવો જોઇએ. જે રીતે આતંકવાદ વિરૂદ્ધ આપણી પાસે ઝીરો ટોલરન્સની નીતિ છે. કોઇપણ રીતના પૂર્વાગ્રહ માટે ઝીરો ટોલરન્સની વાત કહતા મેં કોઇને સાંભળતા નથી જોયા. તેમણે કહ્યું કે, જાતિ સંબંધિત અત્યાચાર આત્માને પાંગળી બનાવી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp