ચીને સ્પેસમાં ઉગાડ્યા ચોખા, આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૃથ્વી પર લાવવામાં આવશે છોડ

PC: livehindustan.com

દુનિયાભરમાં પોતાના અનોખા પ્રયોગો માટે જાણીતા ચીને અવકાશમાં મોટું પરાક્રમ કરી બતાવ્યું છે. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સે (CAS) પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે, તિઆનગોંગ અંતરિક્ષ સ્ટેશન પર ચીનના અવકાશયાત્રીઓએ ચોખા અને શાકભાજી ઉગાડ્યા છે. જણાવવામાં આવ્યું છે કે, આ પાકોના સંપૂર્ણ વિકાસમાં થોડા મહિનાનો સમય લાગશે. આ વર્ષના અંત સુધી આ પાકોના છોડને ધરતી પર લાવવામાં આવશે.

ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સે (CAS) માહિતી શેર કરતા જણાવ્યું કે, આ વર્ષે જ 29 જુલાઈના રોજ બે પ્રકારના છોડના બીજ જેમાં થાલ ક્રેસ અને ચોખા સામેલ છે, તેને પ્રયોગ તરીકે ઉગાડવામાં આવ્યા હતા. આ બીજોને ટેમ્પરરી અંતરીક્ષ સ્ટેશન તિઆનગોંગમાં ઉગાડવામાં આવ્યા હતા.

છોડમાં અનપેક્ષિત વૃદ્ધિ

જાણકારી મુજબ, એક મહિનામાં જ પ્રયોગમાં જબરદસ્ત સફળતા મળી છે. લાંબી દાંડીવાળા ચોખાના બીજ 30 સેન્ટીમીટર સુધી લાંબા થઈ ગયા છે. જ્યારે નાની દાંડીવાળા ચોખાના દાણા 5 સેન્ટીમીટર સુધી લાંબા થયા છે. CASના મુજબ, થાલ ક્રેસ ઘણા લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે રેપસીડ, કોબી અને બ્રસેલ્સ સ્પ્રાઉટ્સનો પ્રતિનિધિ નમૂના છે. આમાં પણ ઘણો ગ્રોથ સામે આવ્યો છે.

CASનો પ્રયોગ એ સમજવા માટે છે કે છોડ અવકાશમાં કેવી રીતે વર્તે છે ? CAS સેન્ટર ફોર એક્સેલન્સ ઇન મોલેક્યુલર પ્લાન્ટ સાયન્સના એક સંશોધક ઝેંગ હુઈકિઓંગે SCAP એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, બે પ્રયોગો અવકાશમાં દરેક છોડના જીવન ચક્રનું વિશ્લેષણ કરશે અને જાણવાનો પ્રયત્ન કરશે કે, છોડને વિકસિત કરવા અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે માઇક્રોગ્રેવીટી વાતાવરણનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે ?

ઝેંગે કહ્યું, 'છોડને માત્ર પૃથ્વી જેવી પરિસ્થતિયોની નકલ કરનારા કુત્રિમ વાતાવરણમાં જ ઉગાડી શકાય છે અને 'છોડના ફૂલોની તુલના કરીને, આપણે અંતરીક્ષ અને માઇક્રોગ્રેવીટી પર્યાવરણના અનુકૂળ વધુ પાકો મેળવી શકીએ છે.'

ડિસેમ્બર સુધીમાં પૃથ્વી પર લાવવામાં આવશે છોડ

CASના મુજબ, આ છોડમાં હાલમાં ઘણો ગ્રોથ થઈ ચૂક્યો છે અને થોડો બાકી છે. જે થોડા મહિનામાં પૂર્ણ થવાની આશા છે. જે બાદ તેને પૃથ્વી પર લાવવામાં આવશે. રિપોર્ટ મુજબ આ વર્ષે જ ડિસેમ્બર સુધીમાં આ પાકના છોડને પૃથ્વી પર લાવવામાં આવશે. ચીન પોતાની ધરતી પર આ છોડ ઉગાડવા માટેનો વિચાર કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp