મધનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ ગુજરાત સરકાર તેના વિકાસ માટે મીઠી વાતો જ કરે છે

PC: khabarchhe.com

દૂધ, મધ, મત્સ્ય, જીંગા, મરઘા, બતક, રેશમના કીડા કૃષિ સાથે જોડાયેલા ઉદ્યોગો છે. મધમાખી ઉછેરતા ખેડૂતો માટે રૂ.500 કરોડનું પેકેજ, મધમાખી ઉછેર કેન્દ્ર, માર્કેટિંગ, સંગ્રહ ક્ષમતા અને તેની માવજત માટેની સુવિધાઓ ઉભી કરાશે. ગ્રામ્ય વિસ્તારના 2 લાખ ખેડૂતોની આવક વધશે અને લોકોને સારી ગુણવત્તાનું મધ મળશે. ભાજપની સરકાર દ્વારા આવી જાહેરાત કરવામાં આવી હતી. પણ ગુજરાતમાં તેની વાસ્તવિકતા જૂદી છે. કહેવામાં આવે છે એવું થતું નથી. ભારતમાં 40 હજાર જાતની વનસ્પતિના કારણે 12 કરોડ મધપૂડા કરી શકાય તેમ છે. 60 લાખ લોકો આ કામ કરી શકે છે. 12 લાખ ટન મધ ઉત્પાદન કરી શકાય તેમ છે. ગુજરાતમાં 90 લાખ મધપુડાથી 90 હજાર ટન મધ 5 લાખ લોકો કરી શકે તેમ છે. છતાં તે માટે સરકાર ગંભીર નથી. 1936માં ગાંધીજીએ ગુજરાતમાં મધ બનાવવાની ગ્રામોધ્યોગ દ્વારા શરૂઆત  કરી હતી. ગંજ બજારમાં વેપારીઓ ભાવ ન આપતાં હોવાથી બગીચા વધી રહ્યાં છે.

ગુજરાતમાં એક જ વર્ષમાં 18101 સ્થળોએ મધમાખી ઉછેરી મધ બનાવવાનું હતું. તેમાંથી 6392 સ્થળોએ મધમાખી ઉછેરીને મધ પેદા કરવા માટે મંજૂરી આપી હતી. જેની પાછળ રૂ.1.56 કરોડ લોકોને આપવાના હતા. પણ રૂપાણી સરકારે એક નાણાંકિય વર્ષ પૂરું થઈ ગયું છતાં માંડ 16.56 લાખ આપ્યા છે. તેનો સીધો મતલબ કે સરકારે ભલે 6392 સ્થળોએ મધ બનાવવાની મંજૂરી આપી હોય પણ ખરેખર તો ખર્ચ તો 10 ટકા જ થયું છે. જેમાં 6392 લોકોને નાણાં મળવા જોઈતા હતા પણ 10 ટકા લેખે તો 181 લોકોને જ ગુજરાત સરકારે નાણાં આપ્યા છે. આમ નરેન્દ્ર મોદી અમરેલીના ખેત ઉત્પન્ન બજારમાં આવીને જાહેરાત કરી ગયા હતા કે હવે પછીનો જમાનો મધની ખેતીનો છે. તે માટે સરકાર તમામ મદદ કરશે. પણ રૂપાણીની સરકાર તો તેનાથી ઉલટું કરી રહી છે. મધ જેવી વાતો કરીને ખેડૂતોને લાળ ટપકાવે છે.

ખર્ચ અને આવક

100 મધ ઘર તૈયાર કરવામાં 1.90 લાખનું ખર્ચ થાય છે. જેની સામે 2.90 લાખનો ચોખ્ખો નફો રહે છે. એક મધ ઘરથી 40 કિલો મધ મળે અને એક કિલોએ રૂ.150 આવક મળે તો એક મધ ઘર રૂ.6000ની આવક કરી આપે છે. સરકાર કરતાં ગુજરાતના લોકો વધું હોંશિયાર છે. તેઓ જાતે જ મધનો ઉદ્યોગ વિકસાવી રહ્યા છે. જેમાં ખેડૂતો વધું છે.

પહેલું મધ ઘર

ઉત્તર -મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત મધમાખી ઉછેર કેન્દ્ર 2011માં બન્યું હતું. ડીસાના રાણપુરના ખેડૂત  કિશોરભાઇ લાધાજી માળી (કચ્છવા)એ 28 મધમાખી ઘર બનાવ્યા હતા. એક ઘરમાંથી 60-80 કિલો મધ તેઓએ મેળવ્યું હતું. ખેતરમાં પાક પર ફુલ આવે છે ત્યારે તેના પરાગરજ મધમાખી એક છોડથી બીજા છોડ પર લઈ જાય છે. તેથી તેના ઉત્પાદનમાં વધારો થાય છે.

 લાખણીના ખેડૂતનો અનુભવ

લાખણી તાલુકાના મડાલના ખેડૂત રોણા લાલાજી પટેલ મધમાખીના ઘર બનાવીને વર્ષે 350 મધમાખી ઘરમાંથી 15 થી 17 ટન મધ પેદા કર્યું છે. 6 મહિનામાં રૂ.13 લાખનો ચોખ્ખો નફો થાય છે. બનાસડેરીના કારણે શક્ય બન્યું છે. 100 ઘરથી 7000 કિલો મઘ મળે છે. એક ટને એક લાખ મળે છે. એક ઘરમાં 10 હજાર જેટલી મધમાખી અને એક મખી હોય છે જે સતત ઈંડા મૂકે છે. 10 દિવસે 6 કિલો મધ આપે છે.

 મધ પ્રોસેસિંગ

હિંમતનગરના ખેડૂત મહેરપુરા ગામના સલમાનઅલી નુરભાઈ ડોડીયા મધ પ્રોસેસીંગ યુનિટ(મધુમખી સમૂહ કોલોની) કરી છે. જે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ સાબરકાંઠામાં શરૃ કર્યો છે. એક ઘરનું રૂ.4 હજાર રોકાણ કરીને 50 મધ ઘર બનાવીને વર્ષે એક ઘરથી 1 હજાર કિલો મધ મેળવે છે. 50 હજાર કિલો પેદા કરે છે. એક કિલોના રૂ.200-300 મળે છે.

 દક્ષિણ ગુજરાતમાં શ્રેષ્ઠ મધ

મધ મેળવવાની ખેતી વલસાડ ,ડાંગ અને નવસારી જિલ્લામાં મોટાપાયે ખેડૂતો કરવા લાગ્યા છે. મધમાખી ના ડંખ નું ઝેર,રોયલ જેલી,પ્રોપોલીસ અને પરાગરજ ઘણા કામમાં આવે છે. નવસારીના ચીખલી તાલુકાના સોલધરા ગામના અશોકભાઈ પટેલે 2008-09માં 50 મઘમાખીના ઘરથી મધ મેળવવાનું શરૂ કર્યું હતું. 30 લોકો કામ કરે છે, એક મધમાખી ઘર પાછળ મહિને રૂ.100થી 120 ખર્ચ થાય છે. જે મધ રૂ.300-500ના ભાવે વેચાય છે. રાઈના ફુલ, તલના ફુલ, બાવળના ફુલનું મધ સરળતાથી મળે છે.

 ભારત અને ગુજરાત

ભારત મધના ઉત્પાદનમાં 9મું સ્થાન ધરાવે છે. ભારતીય મધમાખી એપીસ સેરેના અને યુરોપીયન મધમાખી એપિસ મેલિફેરાની લગભગ એક મિલિયન વસાહતોમાં 85 હજાર ટન મધ પાકે છે. 40 હજાર ગામોમાં 2.50 લાખ ઘરને આવક કરી આપે છે. ભારતમાંથી જર્મની, અમેરિકા, ઈંગ્લેન્ડ,  જાપાન, ફ્રાંસ, ઈટાલી અને સ્પેનમાં નિકાસ થાય છે. ગુજરાતના 1800 ગામો, 1200 કુટુંબો મધના વ્યવસાયમાં હોવાનું અનુમાન છે.  ડો. સી. સી. પટેલ, જલ્પા. પી.લોડાયા,  કીટક શાસ્ત્ર વિભાગ ,બં. અ કૃષિ મહા વિદ્યાલય,એ.એ.યુ.,આણંદ દ્વારા મધ અને ઘણી વૈજ્ઞાનિક વિગતો તૈયાર કરી છે. ભારતના 60 લાખ હેક્ટરમાં 1 કરોડ અને ગુજરાતના 3 લાખ હેક્ટર વિસ્તારમાં 5 લાખ મધમાખી વસાહતો ઉછેરી શકાય તેમ છે.

 ખેત ઉત્પાદનમાં વધારો

જે ખેતરમાં મધ ઘર હોય ત્યાં 17 ટકાથી 110 ટકા સુધી ઉત્પાદનમાં વધારો થયો છે. જેમાં રાયમાં 44 ટકા, ગુંગળીમાં 90 ટકા, ફળમાં 45-50 ટકાનો ફાયદો થાય છે. કપાસમાં 17થી 20 ટકાનું ઉત્પાદન વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp