વૈજ્ઞાનિકોએ જણાવ્યું- ડાંગરના ભૂખરા તડતડિયાના ઉપદ્રવથી પાકને બચાવવા આટલું કરો

PC: khabarchhe.com

નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા આજે ઓલપાડ તાલુકાના બરબોધન ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ડાંગર પાકના ઘણા ખેતરોમાં ડાંગરના ભૂખરા તથા લીલા તડતડિયાનો વ્યાપક પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળ્યો છે. અમુક જગ્યાએ આખા ખેતરોમાં આ જીવાતના ઉપદ્રવથી પાકનું નુકસાન થયું છે. આ તડતડિયા ખુબ નુકસાન કરતી જીવાત છે, જે પાકના થડ પર રહીને રસ ચૂસે છે, અને ચારથી પાંચ દિવસમાં આખા ખેતરના પાકનો નાશ કરી દે છે. જેથી આ જીવાતને કાબૂમાં લેવા ખેડૂતોએ ખુબ સજાગ થવાની જરૂર છે. જો તુરંત દવાનો છટકાવ કરવામાં ન આવે તો ખેડૂતોને ડાંગરનું પરાળ પણ ઉપયોગમાં આવતું નથી. આથી ડાંગરના પાકને બચાવવા માટે નીચે મુજબના ઉપાયો તાત્કાલિક કરવા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.

આ જીવાતનો ઉપદ્રવ ખેતરના મધ્ય ભાગમાંથી શરૂ થતો જોવા મળે છે, જેથી ખેડૂતે ડાંગરની ક્યારીમાં અંદર જઈને તપાસ કરતા રહેવું.

નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ભલામણ મુજબ કરવો.

જેવો આ જીવાતનો ઉપદ્રવ જણાય એટલે આ જંતુનાશક દવાઓ પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ દવા થુમડા પર પડે તે રીતે કરવો. 1) એમિડાકલોપ્રિડ 17.8 એસ.એલ 10 લિટર પાણીમાં 3 મિલી, 2) એસિટામેપ્રિડ 20% એસ.પી. 10 લિટર પાણીમાં બે ગ્રામ, 3) ફીપ્રોનિલ 5% એસ.સી. 10 લિટર પાણીમાં 20 મિલી, 4) થાયોમિથોક્સામ 25 % ડબલ્યુ. જી. 10 લિટર પાણીમાં બે ગ્રામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp