દ્રાક્ષના બગીચાઓનો નાશ કરી ખેડૂતો ડુંગળી ઉગાડી રહ્યા છે

PC: timesofindia.indiatimes.com

ગુજરાતને દ્રાક્ષ પૂરી પાડતાં મહારાષ્ટ્રમાં બજાર અને હવામાનને કારણે ઘણા જિલ્લાઓમાં ખેડૂતો દ્રાક્ષવાડીનો નાશ કરી રહ્યા છે.ગુજરાતના લોકો માથાદીઠ વર્ષે 4થી 5 કિલો લીલી ને સુકી દ્રાક્ષ ખાય છે. ગુજરાતમાં 2 હજાર કરોડની 2થી 3 લાખ કિલો દ્રાક્ષ મહારાષ્ટ્રથી આવી હોવાનું અનુમાન છે. દ્રાક્ષની ઋતુ હવે પૂરી થવા આવી છે.  ગુજરાતના બજારમાં ક્યાંય દ્રાક્ષ જોવા મળતી નથી.

ગુજરાતમાં ખેતી

ગુજરાતમાં 4.33 લાખ હેક્ટરમાં 83 લાખ ટન ફળો પેદા થાય છે. ગુજરાતમાં દ્રાક્ષ માંડ 500 હેક્ટરથી વધારે પાકતી નથી. મહારાષ્ટ્રથી લીલી દ્રાક્ષ મંગાવવમાં આવે છે. મહારાષ્ટ્ર દેશની 80 ટકા દ્રાક્ષ પકવે છે. દેશની 70 ટકા દ્રાક્ષ નાશિકમાં ઉગાડવામાં આવે છે. જે ગુજરાતના લોકો વધારે ખાય છે. બાગાયતી વિભાગ ફળોના વાવેતરનો વિસ્તાર જાહેર કરે છે તેમાં દ્રાક્ષને બતાવવામાં આવતી નથી. જે અન્ય બગીચાઓમાં બતાવવામાં આવે છે. અન્ય ફળોના બગીચા 6 હજાર હેક્ટર માંડ છે.

ગુજરાતમાં 20 વર્ષમાં ફળના બગીચાઓ 2.16 લાખ હેક્ટરથી વધીને 4.33 લાખ હેક્ટર થઈ ગયા છે. ઉત્પાદન 10 વર્ષમાં  30.63 લાખ ટનથી 3 ગણું વધીને 92.51 લાખ થયું છે. પણ દ્રાક્ષમાં ખેતી કરવા ખેડૂતો રાજી નથી.

કચ્છ

નખત્રાણા તાલુકાના નાનકડા ગામ એવા રામપર (રોહા) ગામમાં આઠ એકરમાં દ્રાક્ષનું વાવેતર કરીને પાટીદાર ઇશ્વરભાઇ સાંખલા 4 વર્ષથી વર્ષે 25-30 ટન ઉત્પાદન મેળવી રહ્યા છે. આવા ખેડૂતો ગણ્યાગાંઠ્યા છે. ગુજરાત માટે તાસ–એ–ગણેશ, પુસા સીડલેશ, ડીલાઈટ, અનાબે–શાહી,  થોમ્પસન સીડલેશ, શરદ સીડલેશ, સોનાકા જેવી જાતોની  ભલામણ કરેલી છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના શાંતિલાલ પટેલે 1800 રોપાથી બે એકર જમીનમાં દ્રાક્ષથી પ્રથમ વર્ષે જ 10 લાખ જેટલી રકમની આવક મેળવી છે.

વિસ્તાર

દ્રાક્ષની ખેતી નફાકારક હતી. હવે નથી. દ્રાક્ષનું સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે.  દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન અને યુપીમાં દ્રાક્ષની ખેતી થાય છે.

દ્રાક્ષના સ્થાને ડૂંગળી

દ્રાક્ષાવાડીનો નાશ મજબૂરીમાં કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી બજારમાં સારા ભાવ મળતા નથી.  હવામાન પણ ખૂબ જ પરેશાન કરે છે. બજારની હાલત ખરાબ છે. નિકાસકારો સારા ભાવ આપતાં નથી. પુણે, સાંગલી, નાસિક, ગોદીન્યા, ગોરેગાંવ તાલુકામાં ઘણા ખેડૂતોએ બગીચાઓ કાઢી નાખ્યા છે. તેઓ હવે ડુંગળી અને શાકભાજીની ખેતી કરવા લાગ્યા છે.

બજાર

2022માં બજાર નથી. પહેલા લોકડાઉનના કારણે મોટાભાગનો માલ વેચી શકાયો ન હતો. અબજો રૂપિયાની ખોટ સરકારના ભરાબ નિર્ણયના કારણે ગઈ હતી. હવામાન અને બજાર બંનેથી ખેડૂતો પરેશાન છે. સ્થાનિક બજારમાં દ્રાક્ષ રૂ. 40-50માં વેચાય છે. મોટા વેપારીઓ માલ ઉપાડતા નથી. મજુરી વધી રહી છે. જંતુનાશક દવા વગેરેના ભાવ વધ્યા છે.

હવામાન

ઑક્ટોબર 2019માં ભારે વરસાદથી નાશિકના અગૌતી દ્રાક્ષના પટ્ટામાં ઘણું નુકસાન થયું હતું.વરસાદ, તોફાન રોઝ, ટાઉટએ ભારે વિનાશ સર્જ્યો, ઓક્ટોબરમાં ફરીથી કમોસમી વરસાદ થયો હતો.

વાવેતર-ઉત્પાદન

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં સરેરાશ 1.50 લાખ  હેક્ટરમાં 32.30 લાખ ટન દ્રાક્ષની ખેતી થાય છે.

ઉદાસીનતા

કેરી કરતાં પણ લગભગ 9 ગણી વધારે નિકાસ દ્રાક્ષની છે. છતાં માંડ 3 ટકા જ નિકાસ થાય છે. જો 30 ટકા નિકાસ કેન્દ્ર સરકાર કરે તો સારા ભાવ રહે તેમ છે. 2 હજાર કન્ટેનરની જરૂર છે, માત્ર 600-800 કન્ટેનર મળે છે.

નિકાસ

ભારત વિશ્વમાં તાજી દ્રાક્ષનો સૌથી મોટો નિકાસકાર છે. દેશમાંથી નિકાસ થતા ફળોમાં દ્રાક્ષનો હિસ્સો સૌથી વધુ છે.વર્ષ 2020-21 દરમિયાન તાજી દ્રાક્ષની કુલ નિકાસ US$ 314 મિલિયન (રૂ. 2,298.47 કરોડ) હતી. દેશે વર્ષ 2020-21 દરમિયાન વિશ્વમાં 2,46,107.38 એમટી દ્રાક્ષની નિકાસ કરી છે જેની કિંમત રૂ. 2,298.47 કરોડ / USD 313.57 મિલિયન છે.4 વર્ષ પહેલા દર સારો હતો. તેથી ખેડૂતોએ મોટા પાયે બગીચાઓનું વાવેતર કર્યું હતું.

વેરો ને વ્યાજ

ખેડૂતોએ 12 ટકા સુધી વ્યાજે નાણાં લેવા પડે છે. દ્રાક્ષની ખેતી સંબંધિત ઉત્પાદનો પર 18 ટકા સુધીનો GST છે. પાકની કિંમતમાં 3 ગણો વધારો થયો છે. પરંતુ નફો 3 ગણો વધ્યો નથી. ખોટ થઈ રહી છે.

વેપાર

કોઈ ખેડૂત માલ પોતે વેચી શકતા નથી. માલ વેપારીઓ અને કંપનીઓનોને આપવો પડે છે. ખેડૂતો ભાવ નક્કી કરતાં નથી. વેપારીઓ અને કંપનીઓ ખેડૂતોની દ્રાક્ષના ભાવ નક્કી કરે છે. જેની કાર્ટેલ બની હોવાથી સસ્તામાં માલ પડાવે છે. ખેડૂતોએ પણ સંગઠન બનાવ્યું હતું પણ તે ભાવે કંપનીઓ માલ લેવા તૈયાર નથી. સતત નુકસાનને કારણે ખેડૂતો આ ખેતી છોડી રહ્યા છે.

મોંઘવારી

ડીઝલ, ખાતર અને જંતુનાશકની વધતી જતી મોંઘવારીથી ખેડૂતનો નફો ઘટ્યો છે.હેક્ટરે 7 લાખ જેટલો ખર્ચ થાય છે. હવામાન ઘણું બદલાઈ ગયું છે. ખેડૂતો પાક ગુમાવી રહ્યા છે.

રોગ

દ્રાક્ષનો પાક ખૂબ જ સંવેદનશીલ છે. આમાં થતા રોગો હવામાન આધારિત હોય છે. શિયાળો, ગરમી, વરસાદ અને કરા તેની ગુણવત્તા અને ઉત્પાદનને અસર કરે છે.

જંતુનાશક

દ્રાક્ષની ખેતીમાં નફો વધારે છે, પણ તેની નિકાસમાં ગુણવત્તા અત્યંત ચિંતાજનક છે. ફૂગનાશકનો રોગ સામે રક્ષણ આપે છે પરંતુ ગુણવત્તા બગાડે છે.

ભારે વરસાદ

વધુ વરસાદ પડે તો દ્રાક્ષ ફાટી જાય છે.  દ્રાક્ષનો પાક બરબાદ થઈ જાય છે.  50 વર્ષના અતિવૃષ્ટિના ડેટા કહે છે કે, અગાઉ ઉત્તર પૂર્વ ભારતનાઆસામ, મેઘાલય, નાગાલેન્ડ વગેરેમાં થતું હતું. છેલ્લા 10-15 વર્ષથી મોટા ભાગના અતિવૃષ્ટિ મહારાષ્ટ્રમાં થઈ છે.

વરસાદની આગાહી

વરસાદની સરખામણીમાં અતિવૃષ્ટિની આગાહી કરવી મુશ્કેલ છે પણ અશક્ય નથી. હવામાન વિભાગ 6 કલાકની ખાસ આગાહી મોકલે છે. ક્રોપ કવર લગાવી શકાય છે. વરસાદ નિયંત્રણમાં નથી. હવામાન વિભાગ વરસાદની આગાહી કરવામાં સફળ નથી. તેથી અબજો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થાય છે. છેલ્લા એક દાયકામાં મહારાષ્ટ્રમાં પણ સૌથી વધુ કરા પડ્યા છે.

શિયાળો

દ્રાક્ષ શિયાળા માટે પણ ખૂબ જ સંવેદનશીલ હોય છે. રાત્રે હિમ પડે તો એક જ રાતમાં આખો પાક બરબાદ થઈ શકે છે.  એક-બે રાતમાં લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી જાય, તો દ્રાક્ષના બગાચાને ઢાંકે છે

આબોહવા પરિવર્તનની અસરોથી બચવા માટે પાક આવરણ એ એક સાધન છે. તેની કિંમત પ્રતિ એકર આશરે 2.5 લાખ છે પરંતુ તે ઘણા વર્ષો સુધી ચાલે છે. દ્રાક્ષને કિસમિસ બનાવીને નુકસાન ઓછું કરી શકાય છે.

સંસ્થા

દ્રાક્ષની ખેતી અને ખેતીમાં ખેડૂતોને પડતી સમસ્યાઓ વિશે ICAR-નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રેપ્સ, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પુણેની નેશનલ દ્રાક્ષ સંશોધન સંસ્થા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp