આયુર્વેદિક દવામાં વપરાતો સરગવો તમને લખપતિ પણ બનાવી શકે છે

PC: yesinternationals.com

આયુર્વેદિક દવામાં વપરાતો સરગવો તમને લાખોપતિ બનાવી શકે છે. આ સરગવાના અનેક ગુણો છે. આરોગ્યશાસ્ત્રમાં સરગવાનું શાક અને સૂપ પીવાનું કહેવામાં આવે છે કે જેથી સાંધાના દુખાવા કદી થાય નહીં અને શરૂ થયો હોય તો તમને મટી શકે છે.

જો તમારી પાસે એક એકર જમીન છે તો તમે નોકરી કર્યા વગર સારી કમાણી કરી શકો છો. તમે સરગવાની ખેતી કરીને વાર્ષિક છ લાખ રૂપિયાની આવક મેળવી શકો છો. સરગવાને અંગ્રેજીમાં ડ્રમસ્ટીક કહેવામાં આવે છે. તેનુ વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલીફેરા છે. તેની ખેતી કરવામાં પાણીની વધુ જરૂર પડતી નથી. તેની જાળવણી પણ ખૂબજ ઓછી કરવી પડે છે.

કૃષિ તજજ્ઞોનુ કહેવું છે કે સરગવાની ખેતી કરવી ઘણી સરળ છે, તેમજ જો તમે તેની મોટા પાયે ખેતી કરવા નથા માગતા તો સામાન્ય પાકની સાથે પણ તેની ખેતી કરી શકો છો. સરગવાના ઝાડના દરેક ભાગનો ઉપયોગ થાય છે. તેના પાંદડને પણ તમે સલાડની રીતે ખાય શકો છો. તેના પાંદડા, ફળ અને ફૂલમાં ઘણા પોષકતત્ત્વો હોય છે. તેમાં ઔષધિય ગુણ પણ હોય છે.

સરગવાના બીજમાંથી તેલ પણ નીકળે છે. સરગવાની ખેતી ગરમ પ્રદેશમાં સરળતાથી થઈ શકે છે. તેને વધુ પાણીની જરૂર પડતી નથી. ઠંડા પ્રદેશમાં સરગવાની ખેતી વધુ નફાકારક સાબિત નથી થતી. પ્રથમ વર્ષને બાદ કરતા વર્ષમાં બે વખત સરગવાનો ફાલ આવે છે. સામાન્ય રીતે એક ઝાડ પર 10 વર્ષ સુધી સારો પાક આવે છે. સરગવાની સારી જાત છે કોયમ્બ્તૂર2, રોહિત-1, પી.કે.એમ. 1 અને પી.કે.એમ. 2

એક એકર જમીન પર 1,500 ઝાડ વાવી શકાય. સરગવાનું ઝાડ સામાન્ય રીતે 12 મહિનામાં ઉત્પાદન આપવાનુ શરૂ કરી દે છે. જો વૃક્ષનો વિકાસ સારી રીતે થાય તો 8 મહિનામાં જ ઝાડ તૈયાર થઈ જાય છે. કુલ ઉત્પાદન 3000 કિલો સુધી આવે છે.

સામાન્ય રીતે સરગવાનો ભાવ પ્રતિ કિલો બજારમાં 40થી 50 રૂપિયાનો હોય છે. હોલસેલ બજારમાં તેનો પ્રતિ કિલોનો ભાવ 25 રૂપિયા હોય છે. એકવર્ષમાં 7.5 લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે. જો તેમાંથી અન્ય ખર્ચ બાદ કરવામાં આવે તો તમને વર્ષે 6 લાખ રૂપિયાનો ફાયદો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp