ગુજરાતના 146 માર્કેટયાર્ડમાં 56.26 લાખ ક્વિન્ટલ અનાજ વેચાણ માટે આવ્યું

PC: Khabarchhe.com

કોરોના સંક્રમણની સ્થિતીમાં સોશીયલ ડિસ્ટન્સિંગ સહિતના તમામ જરૂરી નિયમોના ચુસ્ત પાલન સાથે રાજ્યના તમામ માર્કેટયાર્ડ તા. 15મી એપ્રિલથી શરૂ કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો અને વેપારીઓના હિતમાં નિર્ણય લીધો હતો. તદ્અનુસાર તા. 15 એપ્રિલથી તા.20 મી મે સુધીમાં વિવિધ 146 માર્કેટ યાર્ડમાં કુલ 56.26 લાખ ક્વિન્ટલ અનાજની આવક વેચાણ માટે થઇ હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીના સચિવે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તમામ માર્કેટ યાર્ડમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત ફરજિયાત સેનીટાઈઝર અને તમામ ખેડૂતો-વેપારીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં ખેડૂતો-વેપારીઓને ફરજિયાત માસ્ક પહેરવાના નિયમનો પણ અમલ કરાવવામાં આવી રહ્યો છે.

તેમણે અત્યાર સુધીમાં માર્કેટયાર્ડમાં અનાજની થયેલી સંચિત આવકની વિગતો આપતા જણાવ્યું કે, તા.20મી મે સુધીમાં વિવિધ 146 માર્કેટ યાર્ડમાં કુલ 56.26 લાખ ક્વિન્ટલ અનાજની જે સંચિત આવક થઇ છે. તેમાં 16,93,866 ક્વિન્ટલ ઘઉંની આવક થઇ છે. તે ઉપરાંત મગફળીની 1,39,835 ક્વિન્ટલ આવક, ડાંગરની 1,25,465 ક્વિન્ટલ આવક, એરંડાની 12,79,235 ક્વિન્ટલ આવક થવા પામી છે.

જ્યારે 3,00,886 ક્વિન્ટલ જથ્થો રાયડાની આવક, 2,33,869 ક્વિન્ટલ જથ્થો ચણાની આવક, 47,012 ક્વિન્ટલ મગની આવક, 2,90,860 ક્વિન્ટલ જથ્થો કપાસની આવક, 1,16,888 ક્વિન્ટલ તમાકુની આવક અને 13,98,408 ક્વિન્ટલ અન્ય જણસીઓની આવક મળીને કુલ 56,26,327 ક્વિન્ટલ જથ્થાની સંચિત આવક થવા પામી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp