ગુજરાતના ખેતી નિયામકે આગામી ચોમાસા અંગે ખેડૂતોને આ સલાહ આપી

PC: indiatimes.com

રાજ્યના ખેતી નિયામકે જણાવ્યુ છે કે, એ હવામાન વિભાગના અનુસાર આગામી ચોમાસું ખૂબ સારું રહેવાની સંભાવના છે અને તે અનુસાર આપણું કૃષિનું વર્ષ પણ સારું રહે તેવી આશા છે. ચોમાસુ પાકના વાવેતરની અને તે માટે દવા ખાતર બિયારણ ખરીદી તેમજ જમીન તૈયારીની ખેડૂતોએ તૈયારી શરૂ કરી દીધી હશે તેમજ ઉનાળુ પાકોની પરિસ્થિતિમાં કેટલીક જગ્યાએ પાક ઉત્પાદન છેલ્લા સ્ટેજ હેઠળ હશે એટલે ખેડૂતોએ પ્રી મોનસુન એક્ટીવીટીઝ અને તેની સંભવિત અસરો સામે સમયોચિત પગલાં લેવા જરૂરી છે.

તેમણે ઉમેર્યુ કે,સામાન્ય રીતે ચોમાસુ વિધિવત પ્રારંભ થાય તે પહેલા પ્રી મોનસુન એક્ટીવીટીઝની સંભાવના રહેતી હોય છે. જેની અસર ના પરિણામે કેટલાક વિસ્તારમાં સામન્ય છાંટા, હળવો વરસાદ અને પવન રહેવાની શક્યતા હોય છે.

પ્રી મોનસુન એક્ટીવીટીઝ અને તેની સંભવિત અસરો સામે સમયોચિત પગલાં લેવા જરૂરી છે. તેથી ખેતરમાં કે બહાર ખુલ્લામાં પડેલ પાક ઉત્પાદન જેવાકે કપાસ, મગફળી, દિવેલા વગેરે, ખેત સામગ્રી જેવી કે ખાતર, બિયારણ સુરક્ષિત જગ્યાએ ખસેડી લઈએ અથવા તો તાડપત્રી થી ઢાંકી દઈએ. જેથી આવા પરિબળો સામે ખેત ઉત્પાદન અને ખેત સામગ્રી સુરક્ષિત રાખી શકાય. આ માટે ખેડૂત મિત્રોને યોગ્ય કાળજી લેવા જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp