જાણો, 2018નું ચોમાસું કેવું રહેશે? ગુજરાતમાં શું થશે

PC: Wikipedia.org

સ્કાયમેટ વેધર પછી ભારતની હવામાન એજન્સીએ આગામી ચોમાસાને નોર્મલ ગણાવ્યું છે એટલે કે દેશભરમાં સારા વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસુ સારૂં રહેશે તેવું આ એજન્સી જણાવે છે.

જૂન થી સપ્ટેમ્બરના સમયમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થાય તેમ હવામાન ખાતાનું માનવું છે. ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ કેજી રમેશે કહ્યું કે, ‘ચોમાસાની લાંબા ગાળાની સરેરાશ 97 ટકા રહેશે કે જે આ મોસમ માટે સામાન્ય છે. ઓછા વરસાદની ઘણી ઓછી શક્યતા છે.’ આ પહેલા હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે પણ 4 એપ્રિલે કહ્યું હતું કે, 2018માં ચોમાસું 100 ટકા સામાન્ય રહેવાની શક્યતા છે.

એલપીએના 96-104 ટકા વરસાદને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે. સામાન્યથી વધુ ચોમાસામાં વરસાદ એલપીએના 104-110 ટકા હોય છે. એલપીએના 110 ટકાથી વધુ થવા પર તેને ‘અતિભારે’ કહેવાય છે. હવામાન વિભાગ મુજબ, 42 ટકા શક્યતા સામાન્ય વરસાદની છે, જ્યારે 12 ટકા શક્યતા છે કે વરસાદ સામાન્યથી વધુ થશે. તેનો અર્થ છે કે દેશમાં વરસાદ સામાન્યથી વધુ થવાની સારી શક્યતા છે. ચોમાસું મેના છેલ્લા સપ્તાહ કે જૂનના પહેલા સપ્તાહમાં કેરળ પહોંચી શકે છે.

આ પહેલા 2017 અને 2016માં પણ ચોમાસુ સામાન્ય રહ્યું હતું, પરંતુ 2014 અને 2015માં ચોમાસું નબળું હોવાના કારણે દેશને દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય વરસાદ થવાથી સારી ખેતી થશે અને અર્થવ્યવસ્થા પર તેની સીધી અને સકારાત્મક અસર થશે તેવું મેટ ડિપાર્ટમેન્ટ કહે છે.

હવામાન ખાતાના ગુજરાત એકમે પણ સારા વરસાદની આગાહી કરી છે અને કહ્યું છે કે ગુજરાતમાં હાલ પ્રવર્તતી પાણીની તંગી સામે નોર્મલ ચોમાસુ તારણહાર બનીને આવી શકે છે. ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહમાં વરસાદ શરૂ થાય છે, એ પહેલાં કેરલમાં 1લી જૂન આસપાસ અને મુંબઇમાં 7 મી જૂન સુધીમાં વરસાદ થવાની ધારણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp