બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર

PC: Khabarchhe.com

ચાલુ નાણાંકીય વર્ષ 2020-2021 માટે આકેવીવાય યોજના અંતર્ગત યુવી સ્‍ટેબીલાઇઝડ પોલીપ્રોપઇલીન કવર દ્વારા બાગાયતી પાકોમાં રક્ષિત ખેતીની યોજના હેઠળ પોલી પ્રોપાઇલીન કવર-શાકભાજી, પોલી પ્રોપાઇલીન કવર-કેળા, પોલી પ્રોપાઇલીન કવર-દાડમ ઘટકો માટે સરકાર દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ ફરીથી શરૂ કરી તા. 15/2/2021 સુધી ખુલ્‍લું મૂકવામાં આવ્‍યું છે.

આ ઘટક માટે દરેક ખેડૂતોએ તા. 15/2/2021 સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી તેમણે અરજીની પ્રિન્‍ટ કાઢી જરૂરી સાધનિક દસ્‍તાવેજો સહિત આણંદ બોરસદ ચોકડી પાસેના જૂના જિલ્‍લા સેવા સદનના ચોથા માળે, રૂમ નં. 427-429માં આવેલ નાયબ બાગાયત નિયામકની કચેરીને રૂબરૂ કે ટપાલ દ્વારા તાત્‍કાલિક દિન-10માં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. ત્‍યારબાદજ અરજીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ આણંદના નાયબ બાગાયત નિયામકે એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp