ખેડુત આંદોલનમાં વેપારીઓને એન્ટ્રી, કહ્યું-આટલા હજાર કરોડનું નુકસાન થયું

PC: scroll.in

રિટેલ વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ગુરુવારે કહ્યું હતું કે દિલ્હી અને એનસીઆરમાં કૃષિ કાયદા સામે ચાલી રહેલાં ખેડુત આંદોલનને કારણે વેપારીઓને લગભગ 50 હજાર કરોડ રૂપિયાનું નુકશાન ગયું છે.સંગઠને કહ્યું છે કે સૂચિત સંયુકત સમિતિમાં વેપારીઓને પણ રાખવામાં આવે, કારણ કે નવા કૃષિ કાયદામાં વેપારીઓનું હિત પણ જોડાયેલું છે. કૃષિ અને બજારની વ્યવસ્થામાં સુધારો લાવવા માટે લાવવામાં આવેલા 3 કૃષિ કાયદાને ખતમ કરવાની માંગ સાથે ખેડુતોના જુદા જુદા યુનિયન છેલ્લાં બે મહિનાથી દિલ્હીની સીમા પર આંદોલન કરી રહ્યા છે, જેને કારણે મહત્ત્વના રાજમાર્ગ ખેડુતોએ રોકી રાખ્યા છે. 

CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે સરકારની તાજેતરની દરખાસ્ત ન્યાયસંગત છે અને આ મુદ્દાના નિવારણ માટે સરકારની ઇચ્છાને દર્શાવે છે, એટલે ખેડુતોએ કૃષિ સમુદાયના મોટા હિત અને કૃષિ વ્યાપાર સાથે સંકળાયેલા લોકોના હિતને ધ્યાનમાં રાખીને સરકારની દરખાસ્તનો સ્વીકાર કરી લેવો જોઇએ અને આંદોલન પાછું ખેંચી લેવું જોઇએ.

CAITએ નિવેદનમાં કહ્યું છે કે જો હજુ પણ ખેડુતો સરકારના પ્રસ્તાવને સ્વીકારશે નહીં તો એનો મતલબ એવો નિકળશે કે સમાધાનમાં ખેડુતોને રસ નથી અને કેટલીક વિભાજક તાકાત સમસ્યાને સળગતી રાખવા માટે ખેડુતોનો ઉપયોગ કરી રહી છે. મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે કહ્યું હતું કે, કૃષિ કાયદો માત્ર ખેડુતો સાથે સબંધિત છે એવું નથી, પણ દેશના લગભગ 1.25 કરોડ વેપારીઓ પણ કૃષિ બજારમાં કામ કરે છે. CAITએ કેન્દ્ર સરકારની વિનંતી કરી છે કે ખેડુતો સાથેની મિટીંગમાં વેપારીઓને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવે.

ખંડેલવાલે કહ્યું હતું કે કૃષિ કાયદામાં સ્પષ્ટપણે સપ્લાય ચેઇનના આ મહત્ત્વપૂર્ણ ઘટક વેપારીઓને ને દુર કરવા જણાવાયું છે. તો એવા સંજોગોમાં તેમની આજીવિકાનું શું થશે? શું તેઓ એક જ ઝાટકે બજારમાંથી બજાર થઇ જશે?  વેપારીઓના હિતોને પણ સુરક્ષિત કરવાની જરૂર છે, કારણ કે આટલી મોટી સંખ્યામા જોડાયેલા વેપારીઓને નજર અંદાજ ન કરી શકાય.

ખંડેલવાલે કહ્યું હતું કે સરકાર બિચોલિયા શબ્દનો વારંવાર ઉપયોગ કરી રહી છે, જેની સામે પણ અમને વાંધો છે.  અમે વેપારીઓ છીએ વચેટીયા નથી. આ બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી હોવાનું ખંડેલવાલે કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp