સહકારી મંડળીઓની સંખ્યા વધીને આટલા હજાર સુધી પહોંચી, મોટાભાગની પર ભાજપનો કબજો

PC: tosshub.com

ગુજરાતમાં સહકારી મંડળીઓ એક વર્ષમાં 4.5 ટકાનો વધારો થયો છે. જેમાં ખાસ તો અન્ય બિન ધિરાણ મંડળીઓમાં 35 ટકાથી ઘણો વધારો થયો છે. કૂલ 3428 મંડળી વધી છે જેમાં અન્ય બિન ધિરાણ મંડળીઓ સારા એવા પ્રમાણમાં વધી છે.

2019માં 200 ખેડૂતોનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે બહાર આવ્યું હતું કે, 60 ટકા ખેડૂતો સિમાંત છે. મધ્યમ ખેડૂતો 28 ટકા અને મોટા ખેડૂતો 11 ટકા છે. નાના ખેડૂતો માનવ મૂડી રોકાણ માટે જે ખર્ચ કરે છે તેમાં 37 ટકા શિક્ષણ અને 63 ટકા ખર્ચ આરોગ્ય પાછળ કરે થે, મોટા ખેડૂતો શિક્ષણ પાછળ 75 ટકા ખર્ચ કરે છે. 25 ટકા આરોગ્ય પાછળ કરે છે. આમ ખેડૂતો માનવ મૂડીમાં સરેરાશ ખર્ચ શિક્ષણમાં 45 ટકા અને આરોગ્યમાં 55 ટકા ખર્ચ કરે છે. જેમાં આ મંડળીઓ મદદરૂપ થાય છે.

ફળ અને શાકભાજી ઉત્પાદન-રૂપાંતર સહકારી મંડળી, રૂ (કાલા-કપાસ) ઉત્પાદકોની સ. મં, સામુદાયીક ખેતી મંડળી, પીયત સહકારી મંડળીઓ, નર્મદા પીયત સહકારી મંડળી, ઔદ્યોગિક સહકારી મંડળી, તમાકુ ઉત્‍પાદક સહકારી મંડળી, ગોપાલક વિ.કા. સહકારી મંડળી, બચત ધિરાણ અને નાગરીક શરાફી મંડળી, પગારદાર કર્મચારીઓની ક્રેડીટ મંડળી, બીજ ઉત્‍પાદના વેચાણ / રૂપાંતર સહકારી મંડળી,

કોટન સેલ, જીનીંગ-પ્રેસીગ મંડળીઓ, ખરીદ વેચાણ સંઘો, મરઘા ઉછેર મંડળીઓ, મત્‍સ્‍ય મંડળીઓ, સુપર વાઈઝીંગ યુનીયન, સુગર ફેકટરીઓ, શાક અને ફળફળાદિ મંડળી, તેલીબીયા ઉન્‍પાદક મંડળી, પશુ ઉછેર મંડળીઓ, વૃક્ષ ઉછેર મંડળીઓ તથા ફુલ ઉત્‍પાદક મંડળીઓ જેવી નવી મંડળીઓ ઉમેરવામાં આવતાં સંખ્યા અને વ્યાપ વધી રહ્યો છે.

2007-08માં 62,342 સહકારી મંડળીઓ હતી. 2009-10માં 64,835 થઈ ગઈ હતી. 2016-17માં તે વધીને 75,967 થઈ અને હવે તે 79395 થઈ ગઈ છે. 2020માં તે વધીને 80 હજારથી વધું હોવાનો અંદાજ સહકાર વિભાગનો છે. છેલ્લા 10 વર્ષમાં 15 હજાર સહકારી મંડળીઓ વધી છે. 23 ટકાનો વધારો થયો છે. ગુજરાતના લોકો ફરી એક વખત સહકારી મંડળીઓ તરફ વળીને સહકારી મળખું મજબૂત કરી રહ્યાં છે.

ભાજપ દ્વારા ગુજરાતની સહકારી ક્ષેત્રની મોટા ભાગની મંડળીઓ, બેંકો, ડેરી, એપીએમસી જેવી મજબૂત સંસ્થાઓ પર કબજો લઈ લીધા બાદ હવે વિસ્તાર વાદ શરૂં કર્યો છે. સહકારી મંડળીઓ વધારવામાં આવી રહી છે. જેથી તેના પર રાજકીય કબજો મેળવી શકાય.

સહકારી ક્ષેત્રમાં એક વર્ષમાં કેટલો વધારો થયો તેની વિગતો અહીં છે

સહકારી મંડળીઓ   31-03-2017 31-03-2019 વધઘટ
રાજ્ય સહકારી બેંક 1 1 0
મધ્યસ્થ જિલ્લા બેંક 18 18 0
રાજ્ય કૃષિ બેંક 1 1 0
પ્રાથમિક કૃષિ ધિરાણ 9402 9796 394
નાગરિક બેંક 229 226 -3
પ્રાથમિક બિન કૃષિ ધિરાણ 5960 6173 213
માર્કેટીંગ મંડળીઓ 2174 2229 55
પ્રક્રિયા મંડળીઓ 1204 1279 75
દૂધ અને પશુપાલન મંડળીઓ 16204 16507 303
ખેત મંડળીઓ - 914 915 1
મત્સ્ય મંડળીઓ 636 696 60
ગ્રાહક ભંડાર 2013 2023 10
ગૃહ મંડળીઓ 17461 17539 78
જંગલ કામદાર મંડળીઓ 125 149 24
સિંચાઈ મંડળીઓ 4628 4763 135
વાહન વ્યવહાર મંડળીઓ 121 120 -1
વિદ્યુત મંડળીઓ 4 5 1
અન્ય બિન ધિકારણ મંડળીઓ 6561 8612 2051
સંધ અને સંસ્થાઓ 40 45 5
ખાંડ મંડળીઓ 30 31 1
કુટીર ઉદ્યોગ 4531 4522 -9
મજૂર મંડળીઓ 3710 3745 35
કુલ 75967 79395 3428

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp