મલ્ટીનેશનલ કંપની પેપ્સીકોને કેન્દ્રની નોટિસ, ગુજરાતી ખેડૂતો પર કર્યો હતો કેસ

PC: pepsico.com

બટાકા ઉગાડનારા ગુજરાતના ખેડૂતો સામે કેસ કરનારી મલ્ટીનેશનલ જાયન્ટ કંપની પેપ્સીકોને કેન્દ્રની એજન્સીએ નોટિસ ફટકારી છે.

પેપ્સી ઠંડુ પીણુ અને બટાકાની વેફર વેચતી મલ્ટીનેશનલ કંપની પેપ્સીકો ઇન્ડિયાને કેન્દ્રની એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીની એજન્સીએ નોટિસ ફટકારી છે. કંપનીએ જે બટાકાની વેરાયટી માટે ગુજરાતના ખેડૂતો પર કેસ કર્યો હતો તે વેરાયટીનું રજિસ્ટ્રેશન રદ કરવા અંગેની નોટિસ અપાઇ હોવાનું અંગ્રેજી અખબાર ધ હિન્દુનો એક રિપોર્ટ જણાવે છે.

કંપની આ વેરાયટીથી લેસ નામની બટાકાની વેફર બનાવે છે. કંપનીએ ગુજરાતના ખેડૂતો પર રૂ. 1 કરોડથી વધુનો કેસ કર્યો હતો. કંપનીનું કહેવું હતું કે ખેડૂતોએ ખોટી રીતે તેના બીજનો ઉપયોગ કર્યો છે. તેમાં ગુજરાત સરકાર પણ ખેડૂતોને વહારે આવી હતી. ખેડૂતો અને સંગઠનોનો વિરોધ થતા કંપની નરમ પણ પડી હતી. જોકે, કવિથા કુરૂગાન્તી નામના મહિલા કે જેઓ એલાયન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રીકલ્ચર નામની સંસ્થાના કન્વીનર છે, તેમણે કંપનીની સામે અરજી કરી હતી. આ અરજી સંદર્ભે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઓથોરિટી દ્વારા 17 જૂનના દિવસે કંપનીને નોટિસ ફટકારાઇ હતી. 17 જૂનના દિવસે ફટકારાયેલી નોટિસનો જવાબ કંપનીએ 3 મહિનામાં આપવાનો છે. બીજી બાજુ કંપનીના લોકો માત્ર એવું જ રટણ કરી રહ્યા છે કે તેઓ નોટિસનો અભ્યાસ કરી રહ્યા છે અને તેનો જવાબ યોગ્ય સમયે આપશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp