પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ આ પાકનો થયો સમાવેશ

PC: farmguide.in

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ વાવેતર ન કરવું/રોપણી ન થવી, ઉભા પાકમાં નુકશાન(વાવણીથી કાપણી સુધી), કાપણી પછીનું નુકશાન, સ્થાનિક આપત્તિઓથી થતા પાક નુકશાનના જોખમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત 2019-20ના વર્ષ દરમિયાન ખરીફ સીઝનના પાકો માટે પાક વીમાની અરજી કરવા માંગતા હોય તો ખેડૂતમિત્રોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી, પાક વીમા દરખાસ્ત પત્રકની પ્રિન્ટ આઉટ લઈ સબંધિત બેંકમાં સમયમર્યાદામાં રજુ કરીને ત્યાંથી રસીદ મેળવવાની રહેશે.

ચાલુ વર્ષે ખરીફ પાક વીમા દરખાસ્ત પત્રક ભરવાની છેલ્લી તા.15/7/2019 છે. જ્યારે કેળ પાક માટે તા.31/8/2019 છે. સુરત જિલ્લામાં ફસલ બીમા યોજના હેઠળ જે તે તાલુકાઓમાં નોટીફાઈડ થયેલા પાકો માટે અરજી કરી શકાશે. વધુમાં આ વર્ષે સૌપ્રથમ વખત કામરેજ અને પલસાણા તાલુકામાં થતા કેળ પાકનો પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી કેળ પકવતા ખેડૂતોએ પણ અરજી કરી શકશે. પાક ધિરાણ મેળવતા તેમજ બિનધિરાણી ખેડૂતો પણ આ યોજનામાં પાક વીમા માટે અરજી કરી શકશે. ખરીફ સીઝનના પાકો(ધાન્ય, કઠોળ અને તેલીબિયા પાકો)ના પાક વીમા માટેના પ્રિમિયમના દર 2.0 ટકા છે. જ્યારે વાણિજિયક/વાર્ષિક બાગાયતી પાકો(કપાસ અને કેળ) માટે પાક વીમા માટેની પ્રિમિયમના દર 5.0 ટકા છે. જે ધ્યાને લઈ વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp