મગફળી ખરીદીમાં રાજ્યવ્યાપી કૌભાંડ

PC: newsmorcha.com

ટેકાના મગફળી ખરીદ કરવામાં વહાલા દવલાની નીતિ અપનાવી લાગવગીયા વેપારીઓને મગફળી ખરીદી લેવામાં આવી હોવાના ગંભીર આરોપો થયા છે. આજે મગફળી ખરીદવાનો છેલ્લો દિવસ હતો કેમ કે મગફળીની સાથે માટી ભેળવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતાં ખરીદી બંધ કરી દેવાના આદેશો આપવામાં આવ્યા છે.

ખેડૂતોએ લગભગ 62 જેટલાં ખરીદ કેન્દ્ર પર એવા આરોપો મૂક્યા છે કે તેમની મગફળી ખરીદવામાં સરકારી અધિકારીઓ અને રાજકારણીઓએ કૌભાંડ કર્યા છે. લાલપુરમાં તો ખેડૂતોને ઓછા વજન સાથેની કરોડો રૂપિયાની છેતરપીંડી થઈ છે. તેની તપાસની માંગણી પણ કરવામાં આવી છે. વળી આજે કેશોદમાં પણ ખેડૂત પૂત્ર હિત રક્ષક સમિતીએ કરોડો રૂપીયાની મગપળી ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

ખેડૂત સંગઠનો માંગણી કરી રહ્યાં છે કે જ્યાં જ્યાં મગફળીની ખરીદી થઈ હોય ત્યાં તમામ હિસાબ, વજન, કોની મગફળી ખરીદવામાં આવી તેના નામ જાહેર કરવામાં આવે તો રાજ્યભરમાં અબજો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે. સરકારે અટપટા નિયમો જાહેર કરતાં આ કૌભાંડ ભાજપના જ નેતાઓએ કર્યું હોવાનો આરોપો પણ જામનગર જિલ્લામાં મૂકવામા આવ્યા છે જ્યાંથી કૃષિ મંત્રી રણછોડ ફળદુ ચૂંટાયા છે. તેથી ખેડૂતો રણછોડ ફળદુને પત્ર લખીને આ કૌભાંડ થયું હોવાનો આરોપ મૂકી રહ્યાં છે.

ખરેખર તો વેચાયેલી મગફળીનાં ટેકેના ભાવની ઓછી રકમ સીધી જ રકમ જે તે ખેડૂતના ખાતામાં જમા કરી દેવાઈ હોય અને સરકાર તે ખરીદીમાં પડી ન હોત તો આ કૌભાંડ થયા જ ન હોત તેમ ખેડૂતો માની રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp