આ છે સૌથી મોંઘું શાકભાજી, બે માસ પૂરતું જ આવે છે માર્કેટમાં, ભાવ જાણી ચોંકી જશો
ફોટો જોઈને એક વખત તો વિચાર આવ્યો જ હશે કે, આ 'સૌથી મોંઘી સબ્જી' છે શું? હકીકતે આ સબ્જીનું ઓરિજિનલ નામ અલગ છે અને સ્થાનિક બોલીમાં એનું નામ 'સૌથી મોંઘી સબ્જી' આપવામાં આવ્યું છે. છત્તીસગઢ રાજ્યની આ એક ખાસ સબ્જી વર્ષમાં બેથી અઢી મહિના પૂરતી જ શાકમાર્કેટમાં આવે છે. ખૂબ જ મર્યાદિત સમય માટે તે આવે છે. જે લોકો આ સબ્જીના ફાયદા અને સ્વાદને જાણે એ લોકો આ સબ્જી આવતા જ ખરીદી લે છે.
હવે આટલું જાણ્યા બાદ પ્રશ્ન થશે કે, આ સબ્જીનું સાચું નામ શું? આ સબ્જીનું સાચું નામ બોડા છે. જે છત્તીસગઢના જંગલ વિસ્તારમાંપાકે છે. માટીના ઢેફા જેવી લાગતી આ સબ્જી છત્તીસગઢની એક ખાસ સબ્જી છે. વરસાદ શરૂ થતા બોડા માર્કેટમાં આવે છે. માટી જેવા ઘાટા રંગના બોડાને 'જાત બોડા' કહે છે. વરસાદ પડ્યાના એક મહિનામાં બોડાનું ઉપરનું લેયર નરમ બની જાય છે ત્યારે તેને 'લાખડી બોડા' કહે છે. છત્તીસગઢના સરગુજામાં આ જ સબ્જીને 'પુટ્ટુ' કહે છે. જ્યારેક કેટલાક લોકો આ સબ્જીને 'પટરસ ફૂટુ' કહે છે. નિષ્ણાંતો કહે છે કે, બોડા એક પ્રકારની માઈક્રોબાયોલોજિકલ ફંગસ છે.
જે વર્ષોથી ઊભા રહેલા વૃક્ષોના મૂળીયામાંથી નીકળતા કેમિકલથી તૈયાર થાય છે. જે સુકાયેલા પાન પર જીવીત રહે છે. વરસાદ પડતા તે જમીનના ઉપરના લેયર સુધી આવે છે. આદિવાસી સમાજના લોકો ઘણી મુશ્કેલીઓ વેઠીને તેને તોડી લે છે. સ્વાદ પ્રેમીઓ કહે છે કે, આનો સ્વાદ ખૂબ જ સારો હોય છે. જે લોકોને આ સબ્જીનો સ્વાદ દાઢે લાગી જાય છે તેઓ આ સબ્જી આવવાની રાહ જોતા હોય છે. આ એક ઓર્ગોનિક સબ્જી છે. જેમાંથી શરીરને સેલ્યુલોઝ અને કાર્બોહાઈડ્રેડ મળે છે. શરૂઆતમાં જ્યારે આ સબ્જી માર્કેટમાં આવે છે ત્યારે એનો ભાવ રૂ.2000થી વધારે હોય છે.
છત્તીસગઢના સરગીપાલ, નાનગુર અને તિતિરગાંવના ગાઢ જંગલમાં તે પાકે છે. બોડા કરતા લાખડી બોડાની કિંમત થોડી ઓછી હોય છે. બોડાને લસણ, ડુંગળી, લીલા મરચા તથા ગ્રેવી સાથે ખાવામાં આવે છે. આ સિવાય કેટલાક લોકો તેને ફ્રાય કરીને પણ ખાય છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કુમ્હરાવંડના વિજ્ઞાની શ્વેતા મંડલ કહે છે કે, આ કુદરતી ખાય શકાય એવી એક પ્રકારની ફૂગ છે. ખાસ કરીને શુગર અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ પણ ખાય તો એમને ફાયદો થાય છે. મર્યાદિત સમય માટે આવતી અને ભાવ વધુ હોવાને કારણે આ સબ્જીને 'સૌથી મોંઘી સબ્જી' કહેવામાં આવે છે. છત્તીસગઢ સિવાય તે દિલ્હી, જયપુર તથા ધમતરીની શાકમાર્કેટમાં જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp