ગાયના છાણમાંથી આ બહેન બનાવે ઇકોફ્રેન્ડલી પેઇન્ટ

PC: khabarchhe.com

બે વર્ષ પહેલાં દુર્ગા નામની મહિલાએ છાણાંથી રંગ બનાવ્યો છે. ગૌશાળા અને પશુપાલકો પાસેથી ગાયના છાણ લાવીને તેમાંથી મકાન રંગવાનો રંગ બનાવે છે.

પેઇન્ટનો સારો અને ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ મળ્યો છે. ઓડિશાના બારગઢની રહેવાસી દુર્ગા પ્રિયદર્શિનીએ આ પદ્ધતિ અપનાવીને પેઇન્ટ બનાવવાનું કામ શરૂ કર્યું છે. તેણે પશુપાલન છોડી દીધું અને સંપૂર્ણપણે પેઇન્ટ બનાવવાના કામ કરવા લાગ્યા હતા.

છાણ ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે. હવે તેનો અનોખો ઉપયોગ શરૂ થયો છે. દુર્ગા પ્રિયદર્શિનીનો પોતાનો બિઝનેસ આઈડિયા છે. ઇન્ટરનેટ પર વીડિયો જોયા પછી રંગ બનાવવાનું નક્કી કર્યું હતું.

રંગ બનાવવાની રીત

ગાયના છાણને પાણીમાં મિશ્રિત કરવામાં આવે છે, ત્યારબાદ તેને ટ્રિપલ ડિસ્ક રિફાઇનરીમાં મૂકીને ઘટ્ટ કરવામાં આવે છે. તેમાં કેલ્શિયમ ઘટક ઉમેરે છે. ઇમલ્સન અને ડિસ્ટેમ્પર બનાવવામાં આવે છે. આ પેઇન્ટના લગભગ 30 ટકામાં ગાયના છાણનો સમાવેશ થાય છે. પછી માત્ર કુદરતી રંગોને મૂળ રંગ સાથે મિશ્રિત કરવામાં આવે છે. આ પેઇન્ટ સંપૂર્ણપણે કાર્બનિક છે.

ગાયના છાણના નેચરલ પેઇન્ટના માર્કેટિંગ માટે ઘણા પ્રયત્નો કર્યા, આમ લોકોમાં તેની માંગ નથી. ખાસ લોકો લઈ જાય છે. ઓડિશા સહિત છત્તીસગઢના કેટલાક શહેરોમાં માર્કેટિંગનું કામ પણ કરી રહી છે. કોલેજમાં હવે શિખવવા જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp