કોંગ્રેસના ધારાસભ્યની ધમકી કામ કરી ગઈ

PC: intoday.in

ભાવનગર જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાએ આપેલી ધમકી ખેડૂતો માટે કામ કરી ગઈ છે. ધારાસભ્યએ સરકારને અને તંત્રને એવી ધમકી આપી હતી કે તમે ભલે નર્મદાનું પાણી બંધ કરી દેતાં હોવ પરંતુ જો શેત્રુંજીમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં આપો તો હું ઉપવાસ પર ઉતરી જઈશ. તેમની ઉગ્ર માંગણીથી સરકારે નમતું જોખવું પડ્યું છે. ખેડૂતો સતત માંગણી કરી રહ્યાં હતા કે શેત્રુંજી બંધમાંથી પાણી છોડવાનું બંધ કરતાં તેમનો શિયાળુ પાક સાફ થઈ જશે અને કરોડો રૂપિયાનો માલ રાખ થઈ જશે. આ અપીલ સ્થાનિક ધારાસભ્યએ સરકાર સુધી પહોંચાડી હતી. તેથી સરકારે તુરંત ખેડૂતો માટે પાણી છોડવાનું શરૂ કરવું પડ્યું છે.

જમણા કાંઠાના ગામોને તેનાથી રાહત થઈ છે. જો એક ધારાસભ્ય ખેડૂતોને પાણી અપાવી શકતાં હોય તો નર્મદા બંધમાંથી પાણી આપવાની સરકાર સ્પષ્ટ ના પાડી દીધી છતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ ભરત સોલંકી મૌન બની ગયા છે. વળી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાની સામે પણ ખેડૂતોનો રોષ વધે તેમ છે. કારણ કે તેમણે નર્મદાના પાણીની પ્રશ્ન ખેડૂતો માટે ઉઠાવ્યો નથી કે ક્યાં ઉપવાસ કર્યાં નથી. તેઓ પણ શંકરસિંહ, અર્જુન મોઢવાડીયા, ભરત સોલંકી, શક્તિસિંહ અને સિદ્ધાર્થ પટેલના માર્ગે સરકાર સાથે સમજૂતી કરવાના માર્ગે આગળ વધી રહ્યાં હોય એવું ખેડૂતો માની રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp