ગુજરાતમાં હોલસેલ માર્કેટમાં કેરીનો ભાવ શું ચાલી રહ્યો છે?

PC: deccanchronicle.com

ગુજરાતમાં કેરીની સિઝન હવે પુરજોશમાં શરૂ થઇ ગઇ છે અને હોલસેલ માર્કેટમાં કેરીની આવક પણ મોટા પ્રમાણમાં શરૂ થઇ છે. મહેસાણમામાં 250 ટન જેટલી બદામ કેરી આંધ્રપ્રદેશ, હૈદ્રાબાદ, વિજયવાડા, તેલગંણાથી આવી રહી છે. આ બદામ કેરી કિલો દીઠ 20 રૂપિયાથી 70 રૂપિયામાં મળી રહી છે. મતલબ કે મણ દીઠ 400થી 1400 રૂપિયાનો ભાવ ચાલે છે. તલાલા, વલસાડ અને કચ્છથી કેસર કેરી પણ આવવાની શરૂ થઇ છે.

સુરતમાં હોલસેલ માર્કેટની વાત કરીએ તો મણ દીઠ હાફુસ કેરીના ભાવ 1000થી 1500, કેસર કેરીનો ભાવ 900થી 1600 રૂપિયા, દેશી કેરીનો ભાવ 200થી 500 રૂપિયા અને રાજાપુરી કેરીનો ભાવ 500થી 900 રૂપિયા ચાલી રહ્યો છે. આ વખતે સુરતના માર્કેટમાં સારી ક્વોલીટી વાળી કેરીના પ્રમાણમાં 40 ટકા જેટલો ઘટાડો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp