ખેડૂતે વધારે વળતર માંગ્યું તો, 99 પોલીસ પહોંચી અને 9.9 લાખનું બિલ પકડાવ્યું

PC: indiatoday.in

રાજસ્થાનના એક ખેડૂતની જમીન અને મકોનોનું સીમેન્ટ કંપની દ્વારા અધિગ્રહણ કર્યા પછી વળતર રૂપે મળેલી રકમ ખેડૂતને ઓછી લાગી. વધારે વળતરની માંગ પુરી ન થઇ તો ખેડૂતે સપરિવાર આત્મહત્યા કરવાની ચીમકી આપી. એ પછી તંત્રએ ખેડૂતના ઘરે 99 પોલીસ કર્મીઓનો કાફલો મોકલી આપ્યો અને સાથે કાફલા માટેનું 9.9 લાખનું બિલ ચૂકવવા ખેડૂતને આદેશ આપ્યો.

રાજસ્થાનના ઝુંઝુનુમાં 4 વર્ષ પહેલાં એક સીમેન્ટ કંપનીએ ખેડૂત વિદ્યાધર યાદવની જમીન અને 500 મકાનોનું અધિગ્રહણ કર્યું હતું. વિદ્યાધરનું માનવું હતું કે, વળતર તરીકે તેને 6 કરોડ રૂપિયા મળવા જોઇતા હતા, પરંતુ તેની માંગ સાંભળવામાં ન આવી.

 5 નવેમ્બર 2024ના દિવસે આખરે તેમના ઘરનું ડિમોલિશન કરી દેવાયું અને વિદ્યાધરને 4 કરોડ રૂપિયા વળતર પેટે આપવામાં આવ્યા. વિદ્યાધરે કહ્યું કે,4 કરોડથી મને સંતોષ નથી મને 6 કરોડ રૂપિયા અને ફેકટરીમાં નોકરી જોઇએ. જો તેમની માંગ સ્વીકારવાં નહીં આવશે તો તેઓ સપરિવાર 11 ડિસેમ્બરે આત્મહત્યા કરી લેશે.

તંત્રએ 11 ડિસેમ્બરના એક દિવસ પહેલા વિદ્યાધરના હાલના નિવાસ સ્થાન પર 99 પોલીસનો કાફલો મોકલાવી દીધો હતો જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે વિદ્યાધર અને તેનો પરિવાર આવું કઠોર પગલું ન ભરે. એ દિવસ પતી ગયો પછી ગયા સપ્તાહમાં તંત્રએ વિદ્યાધરને 9, 91, 557 રૂપિયાનું બિલ પોલીસ તૈનાતી માટે મોકલી આપ્યું અને 7 દિવસમાં ચૂકવણી કરવાનો આદેશ આપ્યો.

વિદ્યાધર યાદવ અત્યારે કંપની દ્વારા પુરા પાડવામાં આવેલા વિસ્થાપિતોના મકાનમાં રહે છે.

વિદ્યાધરે કહ્યું કે, 10 ડિસેમ્બરે તંત્રએ પોલીસને મારા ઘરે મોકલી હતી. તેમણે કહ્યું કે, સરકારના દબાણને કારણે આખરે 15 ડિસેમ્બરે મેં 4 કરોડ રૂપિયા સ્વીકારી લીધા છે, પરંતુ તેઓ મને ફેકટરીમાં નોકરી આપવા માટે તૈયાર નથી. 17 ડિસેમ્બરે તંત્રએ મને 9.9 લાખ રૂપિયાનું બિલ મોકલી આપ્યું હતું.

વિદ્યાધરે કહ્યું કે, આ નોટીસની સામે તેઓ કોર્ટના દરવાજા ખટખટાવશે, કારણકે તેમણે પોલીસ ફોર્સની માંગણી નહોતી કરી. વિદ્યાધરે કહ્યું કે આ નોટીસ પ્રેસર ઉભું કરવાની એક રણનીતિ છે.

ઝુંઝુનુના SP શરદ ચૌધરીએ કહ્યુ કે, 10 ડિસેમ્બરે વિદ્યાધર યાદવના  ભાડાના ઘરે પોલીસનો કાફલો મોકલવામાં આવ્યો હતો, જેથી તેમના પરીવારની સુરક્ષા કરી શકાય.SPએ કહ્યું કે એક દાખલો બેસાડવાની પણ જરૂર હતી જેથી બીજા લોકો આવું કરતા સો વાર વિચારે.

SPએ ક્હ્યું કે, 500 લોકોએ વળતર લઇને ઘર ખાલી કરી દીધા હતા. માત્ર વિદ્યાધર યાદવનું ઘર બચ્યું હતું. SDM, ધારાસભ્ય અને અનેક લોકોએ તેમને સહી કરી દેવા માટે સમજાવ્યા, પરંતુ તેઓ માન્યા નહીં. યાદવની ઘરની આજુબાજુ સીમેન્ટ માટે લાંબા સમયથી માઇનીંગ કામ ચાલી રહ્યું છે, જેને કારણે તેમના પરિવારનો જીવ જોખમમાં આવી શકે તેમ હતો. તેઓ વગર કારણે અડચણ ઉભી કરી રહ્યા હતા.

SP ચૌધરીએ કહ્યું કે, અમે તેમના પરિવારની સુરક્ષા માટે પોલીસ કાફલો મોકલેલો તેના ખર્ચ માટે બિલ મોકલવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp