ટામેટા ક્યારે સસ્તા થશે? સંસદમાં મુદ્દો ગુજ્યો, નિર્મલા સીતારમણે આપ્યો આ જવાબ

PC: livemint.com

છેલ્લાં 2 મહિનાથી ટામેટાના ભડકે બળેલા ભાવો સામાન્ય માણસોને રડાવી રહ્યા છે. દેશના કેટલાંક વિસ્તારોમાં તો ટામેટા 120 રૂપિયે કિલોનો ભાવે વેચાઇ રહ્યા છે. 100 રૂપિયે કિલોનો ભાવ તો મોટા ભાગના વિસ્તારોમાં છે. આ દરમિયાન કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે ટામેટાના ભાવો આટલાં મોંઘા કેમ છે?   ભાવ ઘટાડવા માટે સરકારે અત્યાર સુધી કયા કયા પગલાં લીધા છે.

અત્યારે ટામેટાના ભાવ લગભગ 100 રૂપિયે કિલો ચાલી રહ્યા છે. સંસદમાં નિર્મલા સીતારણે કહ્યું કે, આગામી દિવસોમાં ટામેટાના ભાવ ઝડપથી નીચે આવશે. 

નાણામંત્રીએ કહ્યું કે 8 લાખ કિલોથી વધારે ટામેટા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી- NCRમાં સસ્તા ભાવે ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. લોકોને રાહત આપવા માટે, NCCF દ્વારા દિલ્હી-NCRમાં મોબાઈલ વાન દ્વારા સસ્તા દરે ટામેટાંનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય દિલ્હી-NCRના લોકો માટે ONDC પ્લેટફોર્મ પર ટામેટાં પણ સસ્તામાં ઉપલબ્ધ છે.

તેમણે કહ્યુ કે બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સસ્તા ભાવે ટામેટા વેચવામાં આવી રહ્યા છે. ટામેટાની આવક ઓછી રહેવાને કારણે ભાવો ઉછળી ગયા હતા, પરંતુ હવે ઝડપથી ટામેટા ખેતરોમાંથી બજોરામાં આવી રહ્યા છે.

નાણાં મંત્રીએ કહ્યુ કે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ટામેટાના હોલસેલ ભાવ 100 રૂપિયા નીચે આવી ગયા છે. ટુંક સમયમાં બીજા બજારોમાં પણ પહોંચવાની ધારણાં છે.  નાણાં મંત્રીએ કહ્યું હતું કે જ્યાં સુધી કાંદાના ભાવનો સવાલ છે તો લોકોએ કાંદાના ભાવની ચિંતા કરવાની જરૂર નથી. કાંદાનો પુરતો સ્ટોક છે.

આ ઉપરાંત નેપાળથી ટામેટા આયાત કરવામાં આવી રહ્યા છે, જે વારણસી, લખનૌ, કાનપુર જેવા શહેરોમાં શુક્રવારે પહોંચી જશે. ટામેટાના ભાવો છેલ્લાં 2 મહિનાથી રોકેટગતિએ ઉછળી રહ્યા છે ત્યારથી ટામેટાના રોજે રોજ સમાચરો સેમ આવી રહ્યા છે. રાજસ્થાનમાં તાજેતરમાં કેન્દ્ર સરકારના 70 રૂપિયામાં વેચાતા ટામેટા ખરીદવા માટે લોકોની પડાપડી થઇ ગઇ હતી અને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. તો ઉત્તરાખંડમાં એક ટામેટા ભરેલો ટેમ્પો પલટી ખાઇ જતા લોકો બધા ટામેટા ટોપલીઓ ભરી ભરીને લઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp