26th January selfie contest
BazarBit

ગુજરાતના આ સમાજની ઘડિયાળો જૂદી બને છે, કાંટા ઊંધી દિશામાં ફરે છે

PC: khabarchhe.com

સમય જોવા માટે બનાવવામાં આવેલી દુનિયાની તમામ ઘડિયાળોના કાંટા ડાબેથી જમણી તરફ ફરે છે. વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે.

આદિવાસીઓની ઘડિયાળો ડાબી તરફ ફરે છે. દેશના આદિવાસી સમાજે બનાવેલી એક ઘડિયાળ એવી છે, જે ઉલટી દિશામાં ફરે છે એટલે કે આ ઘડિયાળના કાંટા જમણેથી ડાબી તરફ ફરે છે. તેના આંકડાઓ તો ઊંધા છે. કાંટા ઊંધી દિશામાં ચાલે છે. 1-2-3 થી 12ના પરંપરાગત આંકડાને બદલે એની જગ્યાએ 12-11-10-9-8ના ક્રમમાં ગોઠવાયેલા અંકો અને વિરુદ્ધ દિશામાં ફરતા કાંટા આ ઘડિયાળની વિશેષતા છે. 

ઘડીયાળના મિકેનિઝમને જ ફેરવી નાખીને ઊંધું ઘડીયાળમાં જ જીવન જીવવાનું શરૂ કર્યું છે. લોકો આજ ઘડીયાળને સાચી માને છે. ઓસ્કાર નોમીનેટેડ ફિલ્મ ધ કયુેરિયસ કેસ ઓફ બેન્ઝામિન બટનમાં ઉલટી દિશામાં ફરતી ઘડિયાળ ભલે હતી. ઘડિયાળને એન્ટી ક્લોક કહેવામાં આવે છે. 1980ના દશકમાં અલગ ગોંડવાના આંદોલન જ્યારે એની ચરમસીમા પર હતું ત્યારે આ ઘડીયાળો પહેલીવાર આદિવાસીઓમાં વિતરિત કરવામાં આવી હતી.  

જુનવાણી પરમ્પરાના કારણે તેના નિર્માણ પાછળનો તર્ક પણ કુદરત સાથે જ જોડાયેલો છે. આદિવાસીની વિચાર ધારા પર બનાવવામાં આવતા લોકો આકર્ષિત થયા છે. આ ઘડીયાળનું નિર્માણ ઝારખંડમાં રહેતા આદિવાસી યુવાન એન્જિનિયર મુકેશ બિરવાએ કર્યું છે. 

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કોસંબીયા ગામના આદિવાસી આગેવાન લાલસીંગભાઈ ઊંધી ઘડિયાળ વેચે છે

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કોસંબીયા ગામના આદિવાસી આગેવાન લાલસીંગભાઈ ઊંધી ઘડિયાળ વેચે છે. તાપી જિલ્લાના વાલોડથી મોકલાવવામાં આવે છે. આદિવાસી સમાજમાં રાહતદરે તેનું વેચાણ કરવામાં આવે છે. છતીસગઢના કોરબા, કોરિયા સરગુજા, બીલાસપુર, અને જસપુર જિલ્લાઓ ઉપરાંત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને હવે તો ગુજરાતના આદિવાસી સમાજમાં પણ લોકપ્રિય બની રહી છે. તાપી જિલ્લામાં વાલોડમાં એક આદિવાસી કાર્યકરને એના મિત્ર તરફથી ભેટમાં મળેલી આવી ઘડિયાળ એમને ખૂબજ પસંદ પડી અને તેણે જાણે જ આવી ઘડિયાળ બનાવીને વેચવાનુ શરૂ કર્યુ છે. તાપીથી વાપી અને અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં આ ઘડિયાળ બહુ જ લોકપ્રિય બની છે.

પ્રચાર

ઘડિયાળનું બજાર મેળવવા પ્રચાર માટે સોશિયલ મિડિયા ફેસબુક દ્વારા થયું છે. ઘડિયાળની કિંમત રૂ.200 છે. હવે તે ગુજરાતના અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી સમાજના લોકો આજે પણ પોતાની વર્ષો જૂની પરંપરા અને માન્યતાને વળગી રહ્યા છે. બિરસા મુંડાના ફોટા, આદિવાસી નૃત્ય, આદિવાસી સંસ્કૃતિના ચિત્રો સાથે ઊલટી દિશામાં ફરતી આ ઘડિયાળ દુનિયાની અન્ય ઘડિયાળ કરતા અલગ છે.

મોરબીમાં બને છે આ ઘડિયાળ 

ઘડિયાળ માટે વિશ્વ વિખ્યાત મોરબીમાં અનેક પ્રકારની ઘડિયાળ બને છે. મોરબીના લાટી પ્લોટમાં આવેલા આલ્ફા કોટ્સ નામના એક કારખાનામાં આ વિશેષ આદિવાસી ઘડિયાળ બનાવવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં આ ઘડિયાળનું મોટું બજાર છે. એન્ટી-મૂવમેન્ટ કરતી ઘડિયાળ છે. એક નવું વિશાળ બજાર મળી ગયું છે. સમગ્ર ભારત દેશમાં આદિવાસી ઘડિયાળની માગ છે. આદિવાસી નેતા બિરસા મુંડાના ફોટા વાળી આ ઘડિયાળ દુનિયાની અન્ય ઘડિયાળ કરતા અલગ છે.

તમામ કામ જમણાથી શરૂં

આદિવાસી લોકો પ્રકૃતિને પૂજે છે. તેમના મતે

1 બ્રહ્માંડમાં સૂર્યની આસપાસ ફરતા પૃથ્વી સહિતના અન્ય ગ્રહો જમણાથી ડાબા તરફ ફરે છે.

2 ફૂલ ઝાડની વેલ જમણાથી ડાબા તરફ વધે છે.

3 પૃથ્વી પણ પોતાની ધરી પર જમણાથી ડાબી તરફ ફરે છે.

4 વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન પણ અણુંની ચારો તરફ જમણાથી ડાબા તરફ ખેંચાય છે.

5 આદિવાસીઓ લગ્નના ફેરા પણ ઊંધી દિશામાં જ લેતા હોય છે. 

6 જમીન ખેડવા માટે જમણી તરફથી હળ ચલાવી ખેતી કરતા હોય છે.

7 આદિવાસી સમાજમાં તુર,ઘેર જેવા નૃત્યો જમણાથી ડાબા તરફ વળે છે.

8 સમાજના ગરબાની દિશા પણ જમણાથી ડાબા તરફ ચક્કર લગાવે છે.

9 DNA ની સ્ક્રીપ્ટ પણ આજ દિશામાં ફરે છે.

10 ધાર્મિક રીતે આદિવાસી લોકો પૂજા અર્ચના કરે તે પણ જમણાથી ડાબા તરફ અર્પણ કરે છે.

11 પાણી, દરિયો, રણમાં થતા વમળો અને હવામાં ફુંકાતો વંટોળ પણ જમણેથી ડાબે ફરે છે.

12 આદિવાસીઓ જે પરંપરાગત અનાજ દળવાની બે પત્થરોની ઘંટીનો ઉપયોગ કરે છે, એ પણ જમણેથી ડાબે જ ફરતી હોય છે.

13 ઘરે આવેલા મહેમાનોને પાણી આપતી વખતે જમણીથી ડાબી તરફ બેઠેલા મહેમાનોને પાણી આપીને દિશાની પરંપરાનું પાલન કરીને આતિથ્ય કરવામાં આવે છે.

અન્ય લોકો કરતા આદિવાસી સમુદાયના લોકો સમગ્ર કાર્ય જમણી દિશાથી કરતા હોય છે. આદિવાસી સમાજનું માનવું છે કે આ દિશા જ સાચી દિશા છે. આવા તર્ક આદિવાસી સમાજના લોકો રજૂ કરી રહ્યા છે. સમય પણ ઊંધો નક્કી કરાયો છે.

વિશ્વની સરળ ઘડિયાળ

વિશ્વ ઘડિયાળ વાપરવા માટે સરળ ગ્લોબલ મીટીંગ્સ માટે સરળતાથી સમય શોધી શહેરોમાં ટાઈમ ઝોન રૂપાંતરણ સઘન રીતે કરી આપતી ઘડીયાળ છે. એપ્લિકેશન સરળ ઘડિયાળ તરીકે ઓળખાય છે. જેમાં વિવિધ ઘડિયાળો બતાવી શકાય છે. અનુરૂપ તારીખ અને સમય સાથે વિવિધ દેશો અને શહેરો માટે જોઈ શકાય છે.

પ્રથમ બની લાકડાની ઘડિયાળ

જોહન હેરિસનનો જન્મ ઇ.સ.1693ના એપ્રિલમાં બ્રિટનના યોર્કશાયરના ફોલ્બી ગામે થયો હતો. તેના પિતા સુથારીકામ કરતા હતા. હેરિસન ક્યાંય ભણવા ગયો નહોતો. 1700માં તેનો પરિવાર લિંકનશાયર રહેવા ગયો. ત્યાં હેરિસને ઘડિયાળો બનાવવાનું કામ શરૃ કર્યું. તે જમાનામાં અનેક પ્રકારની ઘડિયાળો બનતી. 20 વર્ષની ઉંમરે તેણે નવા પ્રકારની લોંગકેસ ક્લોક બનાવી. તે સંપૂર્ણ લાકડાની બનેલી હતી. ચક્રો પણ લાકડાના હતા.

ઈલેકટ્રિક ઘડિયાળના શોધક

એલેકઝાન્ડર બેઈલનો જન્મ 1811ના 12 ઓક્ટોબરે સ્કોટલેન્ડના વોટન ગામે એક ખેડૂત પરિવારમાં થયો હતો. ગરીબ અને મોટા પરિવારમાં જન્મેલા બેઈનને શાળાનું શિક્ષણ મળ્યું ન હોતું. પરંતુ વીક ખાતે ઘડિયાળ બનાવવાની તાલીમ લીધી હતી. ઈ.સ. 1837માં લંડન ગયા હતા.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp