કલા મહાકુંભ 2018: જિલ્લા કક્ષાની બે દિવસીય સ્પર્ધાનો બારડોલી ખાતે પ્રારંભ

PC: Khabarchhe.com

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારીની  સુરત ગ્રામ્ય કચેરી દ્વારા સુરત જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ બારડોલી સ્થિત અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે થયો છે. તા. 25 અને 26 જુલાઈ એમ બે દિવસ માટે યોજાનાર આ કલા મહાકુંભની સ્પર્ધાઓમાં વિજેતા કલાકારો રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

કલા મહાકુંભમાં ગાયન વિભાગમા- સુગમ સંગીત, ગીત, સમુહ ગીત, સમુહ લગ્નગીત/ફટાણા, નૃત્ય વિભાગમા- ગરબા, ભરતનાટયમ, લોકનૃત્ય/સમુહ નૃત્ય, વાદન વિભાગમાં વાંસળી, તબલા, હાર્મોનિયમ, ઓરગન, અભિનય વિભાગમાં એક પાત્રીય અભિનયની સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર વિજેતા કલાકારો ભાગ લીધો હતો. તાલુકા કક્ષાના વિજેતા કલાકારોએ એક એકથી ચડિયાતી કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી યુ.એન. રાઠોડ, સાર્વજનિક વિદ્યામંડળ ટ્રસ્ટના ઉપપ્રમુખ ભાવેશ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રમીલાબેન રાઠોડ, સુરત જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, સુરત ગ્રામ્ય રમતગમત અધિકારી વિરલ પટેલ, અસ્તાન કન્યા વિદ્યાલયના આચાર્યા અરુણાબેન પરમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp