26th January selfie contest
BazarBit

ગુજરાતમાં અહીં બની રહ્યું છે દેશનું સૌથી ઊંચું 11 માળ જેટલું શહીદ સ્મારક

PC: khambarchhe.com

ભારતીય સેના, શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદગીરી તેમજ સ્વાતંત્ર્યતા સંગ્રામનું મહત્વ દર્શાવવાના ભાગરૂપે સુરતના વેસુ-રૂંઢ રોડ, સિદ્ધિ વિનાયક મંદિર પાસે શહીદ સ્મારક અને પીસ સેન્ટર પ્રોજેક્ટ સુરત મહાનગર પાલિકા સાકાર કરી રહી છે. કુલ 83560 ચોરસમીટરની વિશાળ જગ્યા પર બની રહેલા આ સ્મારક પૈકી 76560 ચો.મી. (91.62 ટકા) જગ્યા ઓપન સ્પેસ રખાશે.

તેમાં ગ્રીન બેલ્ટ પણ બનાવાશે જ્યારે બાંધકામ માત્ર 7000 ચો.મી. (8.38 ટકા)માં જ કરાશે. રૂ. 51.64 કરોડના ત્રણ ફેઝમાં સાકાર થનારા આ પ્રોજેક્ટ પૈકી પહેલા ફેઝનું ટૂંક સમયમાં જ પુરુ થશે અને ફેઝ-2નું કામ શરૂ કરાશે. શહીદ સ્મારકની ઊંચાઈ 11 માળ જેટલી હશે અને સૈનિકોના સ્કલ્પચર 5 માળ જેટલા ઊંચા હશે. દેશમાં સૌથી વિશાળ જગ્યામાં ઊભુ થનારું આ પહેલુ સ્મારક હશે.

તેની ડિઝાઈન બનાવતા પહેલા જૈસલમેર, દહેરાદૂન અને ભોપાલના સ્મારકની વિઝિટ કરાય હતી અને બુદ્ધિસ્ટ સ્તુપામાંથી પ્રેરણા લઈને અહીંનો હોલ ઓફ ફ્રેમ એરિયા તૈયાર કરાયો છે.  આ અંગેનું એક પ્રેઝન્ટેશન હાલમાં કમિશનર બચ્છાનિધિ પાની સમક્ષ રજૂ કરાયું હતું અને તેમાં સુધારા-વધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુરત મનપા 2021માં તેને ખુલ્લુ મુકવાના ટારગેટ સાથે આગળ વધ રહી છે.

-શહીદ સ્મારકમાં શું સામેલ કરાશે?

- ત્રણ પ્રદર્શન હોલમાં ભારતીય સેનાનું પ્રદર્શન, ઐતિહાસિક યુદ્ધો, હથિયારો અને ગોળાબારુદનો ઇતિહાસ-ઉત્ક્રાંતિ તેમજ ભારતીય સેનાની ત્રણે પાંખોની સમૃદ્ધ જીવનશૈલી દર્શાવી યુવાઓને સેનામાં જોડાવા પ્રોત્સાહિત કરાશે.

- એન્ટ્રસ પ્લાઝામાં અશોક ચક્રની વિશાળ પ્રતિકૃતિ અને એક્સીસ ઓફ ટાઈમરૂપે તિરંગો ફરકાવાશે.

- 16 મીટરનું ઉંચાઈ ધરાવતું શૌર્ય દ્વાર કે જેમાં શહીદો માટેના સંદેશો હશે.

- યુનિટિ સ્ક્વેરમાં સુરતની વાસ્તુકલાના પ્રતિક સમા ચોકનું પ્રતિબિંબ પુરુ પાડશે.

- ડિસ્પેલ ગેલરીમાં રાષ્ટ્ર માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ ભારતીય સેનાના શહીદોનું પ્રદર્શન.

- એક્ઝિબિશન ગેલરીમાં ડીજીટલ ડિસ્પ્લેથી લોકોને શહીદ જવાનોની ચીજો, અવશેષો, હથિયારોથી વાકેફ કરાશે.

- આઉટડોર એક્ઝિબિશનમાં તોપ, એરક્રાફ્ટ, નૌસેના અને વાયુસેનાની વિવિધ વસ્તુઓ ડિસ્પ્લે કરાશે.

- એવી રૂમમાં થ્રીડી-ચોર્થડી પ્રોજ્ક્ટર પર સંબંધિત વીડીયો દેખાડાશે.

- 34 મીટરના શહીદ સ્તંભ અને મેમરી સ્ક્વેરની ત્રણ ભૂજાઓમાં ભારતીય સેના, સ્વાતંત્ર્ય સેના અને આમ જનતાના યોગદાનોને દર્શાવાશે.

-બીજા ફેઝમાં રૂ. 21.42 કરોડના ખર્ચે એડમિનિસ્ટ્રેશન બ્લોક, ઈન્ડિયન સિવિલિયન ગેલરી, પીસ સેન્ટ અને એમ્ફી થિયેટર, ઓર્ગોનિક પોન્ડ, શાંતિવન વગેરેનો વિકાસ કરાશે.

- કેવી રીતે મહત્વનું બનશે આ સ્થળ?

આ સ્મારક વિકસાવવા પાછળનો મુખ્ય હેતુ યુવાવર્ગ તેમજ આવનારી પેઢી દેશભક્તિના પાઠ શીખશે અને શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીના બલિદાન અંગે જાણીને તેમની કદર કરશે. સાથોસાથ સામાજિક અને સાંસ્કૃત્તિક આયોજનો થકી તેનું મુખ્ય સ્થળ પણ બનશે. ઉપરાંત વેસુના નવા વિસ્તારમાં 20 એકર જેટલી વિશાળ જગ્યામાં બની રહેલા આ સ્મારક પૈકી 92 ટકા જેટલી જગ્યા ખુલ્લી રખાશે અને તેમાં 55 ટકા વિસ્તારમાં હરિયાળી વિકસાવવામાં આવશે. જેથી અર્બન ફોરેસ્ટ અને ઓર્ગેનિક પોન્ડ આ આયોજનના મુખ્ય બે પર્યાવરણલક્ષી પાસા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp