સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવાની આપણી બધાની જવાબદારી છે: દર્શના જરદોશ

PC: khabarchhe.com

સાતમા રાષ્ટ્રીય હાથવણાટ દિવસના કાર્યક્રમમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતા રાજ્ય કક્ષાના કેન્દ્રીય ટેક્સટાઇલ્સ અને રેલવે મંત્રી દર્શના જરદોશે કહ્યું હતું કે, આ ક્ષેત્ર સાથે મહિલાઓનું સશક્તિકરણ સીધું સંકળાયેલું છે, કારણ કે તમામ વણકરો અને સંલગ્ન કારીગરોમાં 70 ટકા વધારે મહિલાઓ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકલ ફોર વોકલ પહેલ અંતર્ગત સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવાની આપણી બધાની જવાબદારી છે.

ટેક્સટાઇલ મંત્રાલયના સચિવ યુ પી સિંહે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, ઇ-કોમર્સ પોર્ટલને ડિજિટલ ઇન્ડા કોર્પોરેશન (એમઇઆઇટીવાય અંતર્ગત) સાથે સંકલનમાં હાથવણાટ કરતા વણકરો અને હસ્તકળા કલાકારો માટે વિકસાવવામાં આવી છે. આ પોર્ટલ આપણા વણકરો અને કલાકારોને તેમના ઉત્પાદનોનું વેચાણ ગ્રાહકોને સીધું કરવાની સુવિધા આપશે. તેમણે ઉમેર્યું હતું કે, હાથવણાટ ક્ષેત્રને ટેકો આપવા અને તેમના માટે બહોળું બજાર ઉપલબ્ધ કરાવવા ગવર્મેન્ટ ઇ-માર્કેટ પ્લેસ (જીઇએમ) પર વણકરોને બોર્ડ પર લેવા વિવિધ પગલાં લેવામાં આવે છે. આ પગલાં વણકરોને વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓને તેમના ઉત્પાદનોનું વેચાણ સીધું ગ્રાહકોને કરવા સક્ષમ બનાવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધી જીઇએમ પોર્ટલ પર આશરે 1.50 લાખ વણકરો બોર્ડ પર આવ્યાં છે.

પિયૂષ ગોયલ અને દર્શના જરદોશે વણકરો સાથે સંવાદ પણ કર્યો હતો, જેઓ દેશના વિવિધ વિસ્તારોમાંથી રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. જ્યાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું, ત્યાં હોટેલ અશોકના કન્વેન્શન હોલમાં પણ હાથવણાટના વિવિધતાસભર વિશિષ્ટ હાથવણાટ ઉત્પાદનો પ્રસ્તુત થયા હતા. PM મોદીની અપીલ પર રાષ્ટ્રીય સ્તરે 7મા રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણી કરવા રાષ્ટ્રીય હાથવણાટ વિકાસ નિગમ (એનએચડીસી) દ્વારા 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી નવી દિલ્હીમાં આઇએનએ સ્થિતિ દિલ્હી હાટ પર રાષ્ટ્રી સ્તરનો “માય હેન્ડલૂમ માય પ્રાઇડ એક્ષ્પો”નું આયોજન કર્યું હતું. એમાં હાથવણાટ ઉત્પાદક કંપનીઓ અને વણકરો વેચાણ માટે દેશભરમાંથી હાથવણાટ ક્લસ્ટર્સ/પોકેટ્સમાંથી હાથવણાટ ઉત્પાદનોનું પ્રદર્શન કરે છે. આ એક્ષ્પો કે પ્રદર્શનમાં 22 રાજ્યોમાં 125થી વધારે હાથવણાટ સંસ્થાઓ/રાષ્ટ્રીય એવોર્ડવિજેતાઓ સહભાગી થઈ રહ્યાં છે. આ પ્રદર્શન 15 ઓગસ્ટ, 2021 સુધી 15 દિવસ સવારે 11 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું છે તથા આ પ્રદર્શનની મુલાકાત 10,000થી વધારે લોકો લેશે એવી અપેક્ષા છે. પ્રદર્શનમાં ભારતના કેટલાંક વિવિધ અને અંતરિયાળ વિસ્તારોમાંથી હાથવણાટના ઉત્પાદનો પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવ્યાં છે. 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ, 2021 સુધી #MyHandloomMyPride એક્ષ્પોનું આયોજન હોટેલ લીલા પેલેસ, નવા મોતી બાગ, કમ્યુનિટી હોલ ખાતે હાથવણાટ નિકાસ પ્રદર્શન પરિષદ દ્વારા પણ થશે.\

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp