ગૂગલે મહાન શાયર મિર્ઝા ગાલીબને ડૂડલરૂપે આપ્યું સન્માન

PC: oneindia.com

ગુગલે આજે ઉર્દુ ભાષાના મહાન શાયર મિર્ઝા હાલિબને તેમની 220મી જન્મ જયંતિ પર ખાસ ડુડલ સમર્પિત કર્યું છે. મિર્ઝા ગાલિબનું આખઉં નામ મિર્ઝા અલ-ઉલ્લાહ બેગ ખાં હતું. તેમનો જન્મ 27 ડિસેમ્બર 1797માં મુગલ શાસક બહાદુર શાહના શાસનકાળ દરમિયાન આગરના એક સૈન્ય પરિવારમાં થયો હતો. તેમણે ફારસી, ઉર્દુ અને અરબી ભાષાનો અભ્યાસ કર્યો હતો.

ગુગલે તેના ડુડલમાં મિર્ઝા હાથમાં પેન અને પેપરન સાથે જોવા મળી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં બનેલી ઈમારત મુગલકાલીન વાસ્તુકલાનું દર્શન કરાવી રહી છે. ગુગલે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, તેમના છંદમાં ઉદાસી જોવા મળતી હતી, જે તેમની ઉથલપાથલ અને ત્રાસથી ભરેલી લાઈફથી નીકળીને આવતી હતી. પછી તે ઓછી ઉંમરમાં અનાથ બનાવનું હોય કે પોતાના સાત નવજાત શિશુઓને ખોવાનું દુખ હોય અથવા ભારતમાં મુગલોના હાથમાંથી નીકળતી રાજનીતિમાં આવેલી ઉથલ-પાથલ હોય. તેમણે આ કઠીનાઈઓને વેઠી અને જીવન જીવ્યા.

ગાલીબે 11 વર્ષની ઉંમરથી જ ગદ્ય અને પદ્યમાં લખવાનું શરૂ કરી દીધું હતું. મિર્ઝા ગાલીબ ઉર્દુ અને ફારસી ભાષાના મહાન શાયર હતા. તેમની શાયરીઓને ચાહવાવાળા આજે પણ ઘણા લોકો છે. તેઓ ભારત અને પાકિસ્તાન બંનેમાં એક મહત્ત્વપુર્ણ કવિ રૂપે ઓળખાય છે. તેમને દબીર-ઉલ-મુલ્ક અને નજ્મ-ઉલ-દૌલાનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

મિર્ઝા ગાલીબ આખરી મુઘલ શાસક બહાદુર શાહ જફરના દરબારી કવિ પણ હતા. તેમની શાયરીમાં તે ગાલીબનું નામ હંમેશા લેતા હતા. તેમણે કહ્યું હતું કે..


“हैं और भी दुनिया में सुखन्वर बहुत अच्छे
कहते हैं कि गालिब का है अन्दाज-ए बयां और”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp