ગુજરાતની કુડીએ નોંધાવ્યો કુચીપુડીમાં વર્લ્ડ રેકોર્ડ

PC: khabarchhe.com

 

અમદાવાદ શહેરની એચ.બી કાપડીયા સ્કુલમાં અભ્યાસ કરતી ધ્રુવા તોગડીયાએ કુચીપુડી નૃત્યમાં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યુ છે.

માત્ર 17 વર્ષની નાની વયમાં આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ "કુચીપુડી" નૃત્યએ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું યોગદાન રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, વિજયવાડા નાં આઇજીએમસી સ્ટેડીયમમાં યોજાયેલ કાર્યક્રમમાં કુલ ૬૧૧૭ નૃત્યાકારે ભાગ લઈને અદ્ભભૂત નૃત્ય પ્રદર્શિત કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં અમદાવાદની વિદ્યાર્થી ધ્રુવા તોગડીયા પણ હતી. આ પહેલા પણ ધ્રુવાને અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટીવલમાં પણ ધ્રુવા કુચીપુડી નૃત્યશૈલીના પરફોર્મન્સમાં પ્રથમ આવી હતી.

છેલ્લા પાંચેક વર્ષથી ભારતનાટ્યમ, કુચીપુડી, શૈલી નૃત્ય શીખતા વિદ્યાર્થીઓને અનેક ડાન્સીંગ સ્પર્ધામાં ભાગ લેવાનો સારો એવો મોકો મળી રહ્યો છે. ત્યારે સ્કુલના ભણતરની સાથે તેઓ ક્લાસિકલ નૃત્યની સાધના કરે છે અને આ ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય પણ બનાવવા ઇચ્છે છે. ધ્રુવાએ વાતચિત દરમ્યાન કહ્યુ કે, ક્લાસિકલ નૃત્યની સાધના એક પ્રકારની ઇનર જર્ની છે, જેમાં ઇનર બ્યુટીને પણ એટલું જ મહત્વ અપાય છ. વિજયવાડા ખાતે યોજાયેલ ડાન્સ કન્વેન્શનમાં કુલ ૬૧૧૭ નૃત્યકારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તેમાં ધ્રુવા તોગડિયા સહીત અમદાવાદની ખુશી , મીસરી,પ્રશહિતા,કરીના અને પાવક નામની બાળાઓનો પણ સમાવેશ થાય છે.

ધ્રુવા એ જણાવ્યું કે તેના માટે આ પુરસ્કાર તેના વિશ્વાસમાં વધારો કરે છે. દિલ્હી ખાતે પરફોર્મ કર્યા બાદ તેને રંગપુજામાં પણ પરફોર્મ કરવાનું હતું. તેમાં તેનો સૌથી અઘરો ટાસ્ક હતો કે બોડી લેન્ગવેજની સાથે બોડી બેલેન્સ પર પણ ખાસ પ્રેક્ટીસ કરવાની હોય છે. કુચીપુડી નૃત્યશૈલીમાં નટરાજને પ્રાર્થના કરતા આ પરફોર્મન્સથી મારે સ્કુલ સ્ટડીઝમાં પણ એકાગ્રતા વધી છે. આ ઉપરાંત ડાન્સને લઈને મારામાં ઘણી બધી ડીસીપ્લીન પણ આવી છે. ધ્રુવા હાલ તો સ્કુલમાં અભ્યાસ કરી રહી છે. કુચીપુડી નૃત્યશૈલી ક્ષેત્રે આગળ વધવા તેણીના માતા પિતા અને ભાઇ તરફથી પૂરો સહકાર મળી રહ્યો છે. ધ્રુવા એ વિહિપના નેતા ડૉ.પ્રવિણભાઇ તોગડીયાની ભત્રીજી છે અને પ્રવિણભાઇ ધ્રુવાનો ઉત્સાહ વધારવા તેના મોટાભાગના કાર્યક્રમમાં વડીલ તરીકે હાજરી આપતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.