હોળીની જ્વાળાની દિશાને આધારે ગુજરાતમાં કેવો રહેશે વરસાદ

PC: news18.com

ગુજરાતમાં પરંપરાગત રીતે વનસ્પતિ, પક્ષી અને પશુઓના વર્તન ઉપરાંત પવનના આધારે વરસાદ કેવો રહેશે તે નક્કી કરવાની પદ્ધતિ અનુભવના આધારે નક્કી થતી હતી. ઉત્તરાયણ, હોળી અને અખાત્રીજના દિવસોએ ચોમાસું કેવું હશે તેની આગાહી કરી શકતાં હતા. 9 માર્ચ 2020ના દિવસે ગઈકાલે હોળી પ્રગટી હતી. 

તેમાં મોટા ભાગે હોળીના પવનનો આધાર લેવામાં આવતો હતો. પવન આવે અને હોળીની જ્વાળા કઈ દિશામાં જાય તે પરથી ચોમાસું કેટલાં આની થશે તે નક્કી થઈ જતું હતું. 16 આની એટલી 100 ટકા ગણવામાં આવતું હતું. 8 આની એટલે 50 ટકા ગણાતાં હતા. કઈ દિશાનો પવન છે એ બાબત ખાસ મહત્ત્વની છે. જેમાં અલગ-અલગ સંદર્ભો લેવામાં આવે છે. ભડલી પ્રમાણે પશ્ચિમ દીશા સારી ગણાય છે. પણ ખેડૂતો ઈશાન દીશા તરફ પવન જાય તેને મહત્વ ગણે છે. 

પૂર્વનો વાયુ ખંડવૃષ્ટિ, અગ્નિનો વાયુ દુષ્કાળ, પશ્ચિમનો વાયુ શુભ રહેશે, દક્ષિણનો વાયુ મધ્યમ વર્ષ અને રોગનો ભય, નૈઋત્યનો વાયુ સાધારણ કે ખંડવૃષ્ટિ, વાયવ્યનો વાયુ ખેતીની ઉપજ સારી, ઉત્તરનો વાયુ લાંબો શિયાળો અને સારો વરસાદ, ઇશાનનો વાયુ ઠંડી વધે અને ઉનાળો મોડો થાય, ધુમરીવાળો વાયુ પશુ અને પ્રજાને પીડા ઉપરનો વાયુ યુદ્ધ અને આફત થાય. 

આ વર્ષે 2020ના 9 માર્ચે ભડલી અને પરંપરા અલગ પડી રહી છે. ભડલી પ્રમાણે પશ્ચિમ વાયુ શ્રેષ્ઠ ચોમાસું લાવે પણ આ વખતે પશ્ચિમ તરફ પવન ન હતો. પણ ઈશાન તરફ વાયુ હતો. ઈશાન તરફ વાયુ હોય તો પરંપરા એવું કહે છે કે સારો વરસાદ થાય છે. તેથી આ વખતે સારું ચોમાસું જશે એવું વાલાસણ-કોલકીના ખેડૂત નરસિંહ વડાલીયા કહે છે. તેઓ કહે છે કે, સૌરાષ્ટ્રના અનેક ગામનો અહેવાલો 20 માર્ચ 2020થી મેળવવાના શરૂ કર્યા હતા.

સૌરાષ્ટ્રના ગામો કે જ્યાં ખૂલ્લામાં હોળી થાય છે ત્યાં ઈશાન તરફ ઝાળ ગઈ છે. એ ઝાળ માન્ય રહે છે કે આસપાસ મકાનોનો આવરોધ ન હોય. તેથી શહેરોમાં આગાહી કરી શકાતી નથી. ઉત્તર ગુજરાતમાં પણ ઈશાન તરફી ઝાળ ગઈ છે. તેથી ખેડૂત અને શિક્ષક રહી ચૂકેલા અને વર્ષોના હવામાન અભ્યાસ કરી રહેલાં નરસિંહ વડાલીયા 16 આની વરસાદ કહે છે. 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp