સાડી પહેરીને UKમાં ભારતીય મહિલા મેરેથોનમાં 42 કિ.મી દોડી, આ રાજ્યની સાડી છે

PC: news18.com

ઇંગ્લેંડમા યોજાયેલી એક મેરેથોન દોડ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. મેરેથોન દોડને કારણે ચર્ચા નથી ઉભી થઇ, પરંતુ આ દોડમાં એક ભારતીય મહિલાએ સાડી પહેરીને 42.5 કિ.મી દોડ લગાવી હતી એટલે આ ખુબસુરત સાડીમાં અતિસુંદર મહિલાની તસ્વીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. લોકો તેની દિલ ખોલીને સરાહના કરી રહ્યા છે. તો કેટલાંક ભારતનું ગર્વ બતાવી રહ્યા છે. આ મહિલા મૂળ ઓડિશાની હોવાનું જાણવા મળ્યું છે અને તેણે પહેરેલી સાડી પણ ઓડિશાની જાણીતી સંબલપુરી સાડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

UKમાં રહેતી મુળ ભારતીય મહિલાની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં જોઇ શકાય છે કે મહિલા સાડી પહેરીને મેરેથોનમાં દોડી રહી છે અને તેના ચહેરા પર જબરદસ્ત પ્રસન્નતા જોવા મળી રહી છે. તેણીના ચહેરા પર ભારતીય સંસ્કૃતિનું ગર્વ છલકતું દેખાઇ રહ્યું છે. મેરેથોનમાં 42.5 કિ.મીની દોડ લગાવનાર આ મહિલાનું નામ મધુસ્મિતા જેના છે  અને તેણી સ્ટોકપોર્ટની રહેવાસી છે.

41 વર્ષની મધુસ્મિતા જેનાએ ઇંગ્લેંડના માન્ચેસ્ટરમાં યોજાયેલી મેરેથોન રેસમાં 42.5 કિ.મીનું અંતર 4 કલાક અને 50 મિનિટમાં પુરુ કર્યું હતું. સોશિયલ મીડિયા પર લોકો મધુસ્મિતાના જબરદસ્ત વખાણ કરી રહ્યા છે. મધુસ્મિતાએ પહેરેલી સાડી ઓડિશાની સંબલપુરી હોવાનું લોકો કહી રહ્યા છે. લોકો આને ઓડિયા સંસ્કૃતિ સાથે જોડી રહ્યા છે અને એક યૂઝરે લખ્યું કે આખા સમાજ માટે આ ખાસ છે.

મધુસ્મિતા જેના દુનિયાભરની અનેક મેરેથોન અને અલ્ટ્રા મેરેથોનમાં દોડી ચુકી છે. dashman207 નામના ટ્વિટર યુઝરે આ તસવીર શેર કરી છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, UKના માન્ચેસ્ટરમાં રહેતી ઓડિયા સમુદાયની મહિલાએ સંબલપુરી સાડી પહેરીને મેરેથોનમાં ભાગ લીધો હતો. આ ખૂબ જ ખુશીની ક્ષણ છે. સમગ્ર સમાજ માટે આ ગૌરવની ક્ષણ છે.

સંબલપુરી સાડીઓ એ ભારતની સૌથી અદભૂત સાડીઓમાની એક છે, આ સાડીઓનું ઉત્પાદન પશ્ચિમ ઓડિશામાં થાય છે, મુખ્યત્વે ઓડિશાના સોનેપુર, બારગઢ, સંબલપુર, બૌધ અને બાલાંગિર જિલ્લાઓમાં. સંબલપુરી સાડીનો દરેક દોરો હાથથી વણાયેલો છે. સાડી વણાટમાં સામેલ તમામ પ્રક્રિયા જાતે જ હાથ ધરવામાં આવે છે,  કોઈ મશીનનો ઉપયોગ થતો નથી.

સંબલપુરી સાડીઓ ખાસ કરીને પરંપરાગત થીમના ઉપયોગ માટે જાણીતી છે જે આ દરિયાકાંઠાના રાજ્ય સાથે તેના સંબંધને લીધે છે, ઉદાહરણ તરીકે, સાંક અથવા છીપ, ફૂલ અથવા ફૂલ, અને ચક્ર અથવા ચક્ર, હંસ, માછલી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp