26th January selfie contest

એવું શું થયું કે PMએ અમેરિકન જદુરાની દાસીને તુરંત મળવા બોલાવ્યા

PC: PIB

મન કી બાત કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કાલે જન્માષ્ટમીનું મહાપર્વ પણ છે. જન્માષ્ટમીનું આ પર્વ એટલે, ભગવાન કૃષ્ણના જન્મનું પર્વ. આપણે ભગવાનના બધા રૂપથી પરિચિત છીએ, નટખટ કનૈયાથી લઈને વિરાટ રૂપ ધારણ કરનારા કૃષ્ણ સુધી, શાસ્ત્ર સામર્થ્યથી લઈને શસ્ત્ર સામર્થ્યવાળા કૃષ્ણ સુધી. કળા હોય, સૌદર્ય હોય, માધુર્ય હોય, ક્યાં-ક્યાં કૃષ્ણ છે. પરંતુ આ વાતો હું એટલા માટે કરી રહ્યો છું કે જન્માષ્ટમીથી કેટલાક દિવસો પૂર્વ, હું એક એટલો રસપ્રદ અનુભવમાંથી પસાર થયો છું તો મારું મન કરે છે કે એ વાત હું તમારી સાથે કરું.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આપને યાદ હશે, આ મહિનાની 20 તારીખે ભગવાન સોમનાથ મંદિર સાથે જોડાયેલા નિર્માણ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરથી 3-4 કિલોમીટર દૂર ભાલકા તીર્થ છે, એ ભાલકા તીર્થ એ છે જ્યાં ભગવાન કૃષ્ણ એ ધરતી પર પોતાની અંતિમ પળ વિતાવી હતી. એક પ્રકારથી આ લોકની અનેક લીલાઓનું ત્યાં સમાપન થયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તે આખા વિસ્તારમાં વિકાસના ઘણાં કામ થઈ રહ્યા છે. હું ભાલકા તીર્થ અને ત્યાં થઈ રહેલા કાર્યો વિશે વિચારી રહ્યો હતો અને મારી નજર એક સુંદર આર્ટ બુક પર પડી. આ પુસ્તક મારા ઘરની બહાર કોઈ મારા માટે છોડીને ગયું હતું. તેમાં ભગવાન કૃષ્ણના અનેક રૂપ, અનેક ભવ્ય છબીઓ હતી. ઘણી જ મોહક છબીઓ હતી અને ઘણી જ મીનીંગફૂલ છબીઓ હતી. મેં પુસ્તકના પાનાં ફેરવવાનું શરૂ કર્યું, તો મારી જિજ્ઞાસા જરા વધી ગઈ. જ્યારે મેં આ પુસ્તક અને તેના બધા ચિત્રોને જોયા અને તેના પર મારા માટે એક સંદેશ લખેલો અને જે એ વાંચ્યું તો મારું મન થયું કે તેમને હું મળું. જે આ પુસ્તક મારા ઘરની બહાર છોડીને જતા રહ્યા હતા, મારે તેમને મળવું જોઈએ. તો મારી ઓફિસે તેમનો સંપર્ક કર્યો. બીજા જ દિવસે તેમને મળવા બોલાવ્યા અને મારી જિજ્ઞાસા આર્ટ બુકને જોઈને એટલી હતી કે કૃષ્ણના અલગઅલગ રૂપ જોઈને. આ જ જિજ્ઞાસામાં મારી મુલાકાત થઈ.

જદુરાની દાસી જી સાથે. તે અમેરિકન છે, જન્મ અમેરિકામાં થયો, પાલન-પોષણ અમેરિકામાં થયું, જદુરાની દાસી જી ઈસ્કોન સાથે જોડાયેલા છે, હરે કૃષ્ણા મૂવમેન્ટ સાથે જોડાયેલા છે અને તેમની એક બહુ જ મોટી વિશેષતા છે ભક્તિ આર્ટ્સમાં તેઓ નિપુણ છે. તમે જાણો છો હમણાં બે દિવસ પછી જ એક સપ્ટેમ્બરે ઈસ્કોનના સંસ્થાપક લ પ્રભુપાદ સ્વામી જીની 125મી જન્મજયંતિ છે. જદુરાની દાસી જી આ જ વિષયમાં ભારત આવ્યા હતા. મારી સામે મોટો સવાલ એ હતો કે જેમનો જન્મ અમેરિકામાં થયો, જે ભારતીય ભાવોથી આટલા દૂર રહ્યા, તેઓ છેલ્લે કેવી રીતે ભગવાન કૃષ્ણના આટલા મોહક ચિત્ર બનાવી લે છે. મારી તેમની સાથે લાંબી વાત થઈ હતી પરંતુ હું આપને તેનો કેટલાક ભાગ સંભળાવું છું.

PM– જદુરાની જી, હરે કૃષ્ણ

મેં ભક્તિ આર્ટ વિશે બહુ ઓછું વાંચ્યું છે પણ અમારા શ્રોતાઓને તેના વિશે વધુ જણાવો. તેના પ્રત્યેનો તમારો જુસ્સો અને રસ મહાન છે.

જદુરાની જી - તો ભક્તિ આર્ટ, અમારી પાસે ભક્તિ આર્ટ પ્રકાશમાં એક લેખ છે જે સમજાવે છે કે કેવી રીતે આ કલા મન અને કલ્પનાથી નથી આવી રહી પણ તે ભ્રમ સંહિતા જેવા પ્રાચીન વૈદિક ગ્રંથોમાંથી આવેલી છે.

વેં ઓંકારાય પતિતં સ્કિલતં સિકંદ,

વૃંદાવનના ગોસ્વામી તરફથી, ખુદ ભગવાન બ્રહ્મા તરફથી.

ઈશ્વરઃ પરમઃ કૃષ્ણઃ સચ્ચિદાનન્દ વિગ્રહઃ

તે કેવી રીતે વાંસળીનું વહન કરે છે, તેની બધી ઇન્દ્રિયો કેવી રીતે અન્ય ઇન્દ્રિયો માટે કાર્ય કરી શકે છે અને મદ ભાગવતમ...

બર્હાપીંડ નટવરપુઃ કર્ણયોઃ કર્ણિકારં

બધું, તે તેના કાન પર કર્ણિકા ફૂલ પહેરે છે, તે તેના કમળના પગની છાપ વૃંદાવનની ભૂમિ પર પાડે છે,

ગાયના ધણ તેના મહિમાનો અવાજ કરે છે, તેની વાંસળી તમામ નસીબદાર માણસોના હૃદય અને મનને આકર્ષે છે. તેથી બધું પ્રાચીન વૈદિક શાસ્ત્રોમાંથી આવેલું છે અને આ શાસ્ત્રોની શક્તિ જે ટ્રાન્સડેન્ટલ વ્યક્તિત્વમાંથી આવી રહી છે અને શુદ્ધ ભક્તો જે કલામાં લાવી રહ્યા છે તેમની શક્તિ છે અને તેથી જ તે પરિવર્તનશીલ છે, તે મારી શક્તિ નથી.

PM– જદુરાની જી, મારી પાસે આપના માટે અન્ય પ્રકારનો સવાલ છે. 1966થી એક રીતે અને 1976થી શારીરિક રીતે તમે લાંબા સમયથી ભારત સાથે સંકળાયેલા છો, કૃપા કરીને મને કહો કે ભારતનો તમારા માટે અર્થ શું છે?

જદુરાની જી - પ્રધાનમંત્રી, ભારત મારા માટે બધું છે. હું થોડા દિવસો પહેલા માનનીય રાષ્ટ્રપતિ સમક્ષ ઉલ્લેખ કરતી હતી કે ભારતે ટેકનિકલ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી આગળ આવ્યું છે અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ અને આઇફોન અને મોટી ઇમારતો અને ઘણી સુવિધાઓ સાથે પશ્ચિમના કલ્ચરને ખૂબ જ સારી રીતે અનુસરે છે પણ મને ખબર છે કે તે વાસ્તવિક નથી. ભારતનું ગૌરવ. ભારતને ગૌરવશાળી બનાવે છે તે હકીકત એ છે કે કૃષ્ણ પોતે અહીં અવતારી દેખાયા હતા, ભગવાન રામ અહીં દેખાયા હતા, બધી પવિત્ર નદીઓ અહીં છે, વૈષ્ણવ સંસ્કૃતિના તમામ પવિત્ર સ્થળો અહીં છે અને તેથી ભારત ખાસ કરીને વૃંદાવન બ્રહ્માંડમાં સૌથી મહત્ત્વની જગ્યા છે, વૃંદાવન બધા વૈકુંઠ ગ્રહોનો સ્ત્રોત છે, દ્વારિકાનો સ્રોત છે, સમગ્ર ભૌતિક સર્જનનો સ્ત્રોત છે, તેથી હું ભારતને પ્રેમ કરું છું.

PM– આપનો આભાર જદુરાની જી...હરે કૃષ્ણા

PM મોદીએ કહ્યું હતું કે, દુનિયાના લોકો જ્યારે આજે ભારતીય અધ્યાત્મ અને દર્શન વિશે આટલું બધું વિચારે છે તો આપણી પણ જવાબદારી છે કે આપણે આ મહાન પરંપરાઓને આગળ લઈ જઈએ. જે સમાપ્ત થાય છે તેને છોડવાનું જ છે. પરંતુ જે કાળઅતિત છે તેને આગળ પણ લઈ જવાનું છે. આપણે આપણા પર્વ મનાવીએ, તેની વૈજ્ઞાનિકતા ને સમજીએ, તેની પાછળના અર્થને સમજીએ. એટલું જ નહીં દરેક પર્વમાં કોઈને કોઈ સંદેશ હોય છે, કોઈને કોઈ સંસ્કાર હોય છે. આપણે તેને જાણવાનું પણ છે, જીવવાનું પણ છે અને આવનારી પેઢીઓ માટે વારસાના રૂપમાં તેને આગળ વધારવાનું છે. હું ફરી એકવાર બધા દેશવાસીઓ ને જન્માષ્ટમીની ઘણી-ઘણી શુભેચ્છાઓ પાઠવું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp