સૌરાષ્ટ્રમાં 210 ઐતિહાસિક સ્મારકોની સુરક્ષા રામ ભરોસે, 1 કલાર્ક કરે છે જાળવણી

PC: youtube.com

રાજ્યમાં લગભગ 362 જેટલી ઐતિહાસિક જગ્યાઓ છે તેમજ આ તમામ આરક્ષિત જગ્યાઓ પુરાતત્વ વિભાગ હેઠળ આવે છે. જો કે, યોગ્ય સ્ટાફના અભાવે આ જગ્યાઓની સુરક્ષા ભગવાન ભરોસે છે. સૌરાષ્ટ્રમાં 210 જેટલી આરક્ષિત જગ્યાઓની દેખરેખ અને જાળવણીનું કામ ફક્ત એક કલાર્ક કરે છે. સ્ટાફના અભાવે આરક્ષિત જગ્યાઓ ઉપર ચોરી અને તોડફોડના બનાવો બનતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં આવેલા 120 વર્ષ જૂના મહોબતખાન મકબરાના ચાંદીના દરવાજા અને એન્ટિક ગ્રિલની ચોરીનો થતા ખળભળાટ મચી ગયો હતો. એટલું જ નહીં ગોંડલ નજીક ખંભાલીડામાં આવેલી 1800 વર્ષ જૂની બૌદ્ઘ ગુફાનો સ્લેબ પડી ગયો ત્યારે પણ પુરાતત્વ વિભાગને કોઈ જાણકારી ન હતી. આવી ઘટનાઓ બનવા છતા સરકારી બાબુઓની ઉંઘ ઉડતી નથી.

સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં આવેલી પુરાતત્વ સાઈટ્સના મેઈન્ટેનન્સ અને નિભાવવાની જવાબદારી ગાંધીનગર અને અમદાવાદના કેટલાક ઓફિસરોને આપવામાં આવી છે. પ્રાચીન સ્મારકોનું રક્ષણ કરવામાં મુખ્ય ભૂમિકા નીભાવતા ટેકનિકલ અને રિપેરિંગ સ્ટાફની પોસ્ટ ખાલી હોવાનું જાણવા મળે છે. ફુલટાઈમ આસિસ્ટન્ટ ડિરેકટરની પોસ્ટ પાછલા ૩ વર્ષથી ખાલી પડી છે અને તેનું કામકાજ આર્કિયોલિજિકલ વૈજ્ઞાનિક કરી રહ્યાં છે.  

એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, સ્ટાફના અભાવે સ્મારકોની દેખરેખ અને સુરક્ષા કરવી અશકય છે. આર્કિયોલોજી અને મ્યૂઝિયમ વિભાગના ડિરેકટરે જણાવ્યું હતું કે, માત્ર સૌરાષ્ટ્ર ડિવિઝનમાં આસિસ્ટન્ટ ડિરેકટર, સુપ્રીટેન્ડેન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, એકસપ્લોરેશન આસિસ્ટન્ટ અને ફોટોગ્રાફર કમ-ડ્રાફટમેનની પોસ્ટ ખાલી છે અને ગાંધીનગર તથા અમદાવાદના જુદા જુદા વ્યકિતઓ તેમના કામ સાથે વધારાનો ચાર્જ સંભાળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp