26th January selfie contest

મંત્રી માંડવિયા ભાવનગરમાં કરી રહ્યા છે 150 કિમી ગાંધી મૂલ્યોની પદયાત્રા

PC: enacademic.com

દેશ આઝાદ થયો તે ગાથા વિશે તો સૌ કોઇ જાણે છે, પરંતુ તેના પાછળની અન્ય બાબતો વિશે કદાચ તમને જાણકારી નહીં હોય. દેશ માટે મહાત્મા ગાંધીએ કયા કયા વિચારો આપ્યા તેને લઇને  ગાંધી મૂલ્યોના માર્ગે... ''પદ યાત્રા'' 16 જાન્યુઆરીથી કમશ: 22 તારીખ સુધી યોજાશે. મહાત્માગાંધીના સંદેશ સાથે આ પદ યાત્રાનો પ્રારંભ થશે. ભાવનગર જિલ્લામાં ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થા મણારથી શરૂ થઇ 150 કિમીની યાત્રા લોકભારતી સંસ્થા સણોસરા પહોંચશે. આ યાત્રાનું આયોજન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું છે. 

આઝાદીની લડતની સાથે-સાથે ગાંધીજીએ ચારિત્ર્ય ઘડતર અને સામાજિક નવનિર્માણનું પવિત્ર કાર્ય હાથ ધરેલુ, કે જેથી આઝાદી પછી ' સ્વરાજથી સુ-રાજનું સપનુ સાકાર કરી શકાય. આ માટે મહાત્માગાંધીએ શિક્ષણનું જે મોડેલ આપ્યું જે નવી તાલીમ અથવા વર્ધા તાલીમ કે બુનિયાદી તાલીમ તરીકે પણ ઓળખાય છે.

ગાંધીજીએ આ અનુસંધાને કહ્યું હતુ કે, ' બુનિયાદી શિક્ષણ પદ્ધતિએ માનવજાતને મારૂ છેલ્લું અમૂલ્ય પ્રદાન છે. 'નવી તાલીમએ વર્તમાન શિક્ષણની રીત કરતા પાયાથી જ જુદી પડે છે. આ શિક્ષણ વ્યવસ્થા પ્રાયોગિક રીતે શીખવા પર આધારિત છે. નવી તાલીમના મુખ્ય અંગોમાં ઉદ્યોગ દ્વારા શિક્ષણ, માતૃભાષામાં શિક્ષણ, નિર્ણય પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સહભાગીતા, પરીક્ષાલક્ષી શિક્ષણની જગ્યાએ મૂલ્ય આધારીત શિક્ષણ, સહ શિક્ષણ, શિક્ષણમાં શ્રમનું મહત્વ, અવિધિસરના શિક્ષણને સમાન મહત્વ તેમજ સાદું જીવન અને ઉચ્ચ વિચાર વગેરેનો સમાવેશ થાય છે.

આ છે પદયાત્રાના બિંદુ

બુનિયાદી શિક્ષણ પદ્ધતિ આધારે કાર્યરત સંસ્થાઓને સાંકળીને રચાશે પદયાત્રા

પદયાત્રા પથ પરનાં 35 ગામો સહિત કુલ 150 ગામોમાં 5 દિવસ સુધી વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો

સમગ્ર રાજ્યની ગાંધીવાદી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓની હાજરી

મહાત્મા ગાંધીજીએ બતાવેલા 11 મહાવ્રતોના આધાર પર 11 મહાવ્રતસભઓ' જેમાં દેશના શ્રેષ્ઠ વકતાઓની હાજરી

ગાંધીયુગની અનુભૂતિ કરાવતું ઐતિહાસિક આયોજન

સાંકળી લેવામાં આવેલ 150 ગામોમાં સફાઇ, મેડિકલ કેમ્પ, વ્યસનમુક્તિ સંકલ્પ, ગ્રામ્ય કારીગરોનુ સન્માન, કૃષિ માર્ગદર્શન શિબિર, જેવા અનેક રચનાત્મક કાર્યક્રમો

દરરોજ રાત્રીનાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp