પોલીસ સ્ટેશનની દિવાલો પર સોશિયલ મેસેજ સાથે પેઇન્ટિંગ

PC: timesofindia.indiatimes.com

ગુજરાતમાં પોલીસ વિભાગના એક ASPના એક સારા પગલાંથી પોલીસ સ્ટેશનનું ચિત્ર બદલી ગયું. અત્યાર સુધી જે પોલીસ સ્ટેશનની દિવાલો પર પાનની પિચકારી અને ગંદકી નજર આવતી હતી, ત્યાં હવે સામાજિક બદલાવથી જોડાયેલા સંદેશો લખેલા છે. ગુજરાતના આ ખાસ પોલીસ સ્ટેશનમાં સ્થાનિક લોકોની મદદથી ASPએ દિવાલોનો ઉપયોગ સામાજિક જાગૃતતા ફેલાવવા માટે કર્યો છે.

દિવાલો પર બનેલી પેઇન્ટિંગ્સના માધ્યમથી આમ લોકોની વચ્ચે વિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ હિંમતનગર પોલીસ સ્ટેશને કર્યો છે. તેની શરૂઆત હિંમતનગરના પોલીસ સ્ટેશનના IPS અધિકારી પ્રેમસુખ ડેલું દ્વારા કરવામાં આવી છે. પ્રેમસુખ ડેલુંની અહિયાં ત્રણ મહિનાની પ્રોબેશન માટે પોસ્ટિંગ કર્યું હતું. પોસ્ટિંગ બાદ પ્રેમસુખ ડેલુંએ હિંમતનગરના ગ્રામીણ પોલીસ સ્ટેશનની દિવાલ અને લોકઅપમાં સ્થાનીય શિક્ષકોની મદદથી કેટલાક ચિત્રો બનાવ્યા હતા.

સામાજિક જાગૃતતાનો સંદેશથી સજાવી દિવાલો...

આ ચિત્રોમાં ગુનેગારોએ ગુના છોડવા અને પરિવારનો સાથ આપવા, પર્યાવરણનું રક્ષણ કરવા અને સ્ત્રી ગુનાઓને રોકવા જેવી સકારાત્મક સંદેશ લખવામાં આવેલા છે. આ વિશે ASPએ કહ્યું કે પોલીસ સ્ટેશનની દિવાલો પર આવા સંદેશ લખીને લોકો વચ્ચે સારી છબી બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે આ ચિત્રોની મદદથી લોકો વચ્ચે પોલીસનો વિશ્વાસ વધારવાની કોશિશ કરવામાં આવી છે, જેનાથી લોકો પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ નોંધાવી શકે.

ASPની કામગીરીને લોકોએ વધાવી...

ASPએ જણાવ્યું કે આ પેઇન્ટિંગ બનાવવા માટે સ્થાનિક શિક્ષકોની મદદ લેવામાં આવી છે, જેનાથી લોકોના મનમાં એ વિશ્વાસ લાવી શકાય કે પોલીસ તેમના માટે જ છે. ત્યાં બીજી બાજુ સ્થાનિકો પણ ASPની આ કામગીરીને વધાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવી વસ્તુઓથી માત્ર પોલીસ સ્ટેશનની છબીમાં સુધારો નથી થતો, પરંતુ ગુનેગારોને ખોટો રસ્તો છોડવા માટે પ્રેરણા પણ મળે છે. હવે આ પોલીસ સ્ટેશનની જેમ બીજા પોલીસ સ્ટેશનમાં પણ આવી પેઇન્ટિંગ્સ બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp