26th January selfie contest

મોઢેરાનો વીડિયો PMએ શેર કર્યો પણ તેનું કામ અક્ષર ટ્રાવેલ્સે શરૂ કર્યું નથી

PC: deccanherald.com

દિલ્હીમાં જે રીતે લાલ કિલ્લાની સારસંભાળ અને પ્રવાસીઓ માટેની સુવિધા ઉભી કરવા ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું છે તેમ ગુજરાતની ચાર હેરીટેજ સાઇટનું કામ પણ એક ખાનગી એજન્સીને આપવામાં આવ્યું હતું પરંતુ આ એજન્સી તેનું કામ સમયસર શરૂ કરી શકી નથી. હવે આ કામગીરી દિવાળીના સમયમાં થાય તેવી સંભાવના છે.

ગુજરાતની ચાર હેરીટેજ સાઇટ્સ – મોઢેરાનું સૂર્યમંદિરપાટણની રાણ કી વાવજૂનાગઢની બુદ્ધિષ્ટ ગુફા અને ચાંપાનેરની યુનેસ્કો હેરીટેજ સાઇજને વધુ સુવિધાજન્ય બનાવવા અને પ્રવાસીઓને આકર્ષવા માટેની એક યોજના કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે બનાવી હતી અને તેમાં અમદાવાદ સ્થિત અક્ષર ટ્રાવેલ્સ સાથે કરાર પણ કરવામાં આવ્યા હતા.

ગયા વર્ષે પ્રવાસન મંત્રાલય સાથેની એક બેઠકમાં અક્ષર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડે રાજ્યની ચાર હેરિટેજ સાઇટ્સની સાચવણી અને પ્રવાસીઓ માટે વધુ સુવિધા ઊભી કરવા માટે એમઓયુ કર્યા હતા. કેન્દ્ર અને રાજ્યના પ્રવાસન મંત્રી ઉપરાંત  ગુજરાતના પ્રવાસન વિભાગના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી એસજે હૈદર અને ટૂરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરની હાજરીમાં આ કરાર થયા હતા.

આ કરાર પછી અક્ષર ટ્રાવેલ્સ એ જણાવ્યું હતું કે ગુજરાતની ચાર સાઇટમાં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરાશેપ્રવાસીઓને આકર્ષવા લેન્ડસ્કેપિંગ કરવામાં આવશે. ઓપરેશનમેન્ટેનન્સપાયાની સુવિધાઓ અને ઇલ્યુમિનેશન કરવાની જવાબદારી અમારી રહેશે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ હેરીટેજ સાઇટનું સંરક્ષણ અને સારસંભાળ પર ધ્યાન આપવામાં આવશે. પ્રવાસીઓ માટેની સુવિધા ઊભી કરવી સાથે તમામ ઇન્ફોર્મેશન અને એન્ટરટેઇનમેન્ટ જેવી બાબતો પર ફોકસ રાખવાનું રહેશે.

જો કે અક્ષર એજન્સી હજી આ પ્રોજેક્ટનો માત્ર અભ્યાસ કરી શકી છે. આ એજન્સી સુવિધાયુક્ત કામગીરી શરૂ કરે તે પહેલાં કોરોના સંક્રમણ શરૂ થયું હતું અને હવે મહામારી સાથે ચોમાસાનો વરસાદ વિધ્ન બન્યો છે. ભારત સરકારે જે શરતે હેરીટેજ સાઇટની સારસંભાળ કામગીરી સોંપી છે તેમાં સાઇનેજિસલેન્ડસ્કેપસિક્યોરિટીડિજિટલ ગાઇડલાઇટ્સપાર્કિંગસીસીટીવી અને વાઇફાઇ જેવી સગવડો પણ ઉભી કરવાની થાય છે પરંતુ આ કામ હવે દિવાળી આસપાસના સમયમાં શરૂ કરવામાં આવશે.

રાજ્ય પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે પ્રોજેક્ટમાં વિલંબ થયો છે પરંતુ હવે અમે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના પરામર્શમાં રહીને નિયત કરેલી એજન્સીને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો છે. કોરોના સંક્રમણના સમયમાં પણ ધીમે ધીમે પ્રોજેક્ટ પર કામ થાય તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે અત્યારે કોરોના સંક્રમણનો સમય હોવાથી રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિ ઠપ્પ થયેલી છે અને પ્રવાસીઓની સંખ્યા પણ જોવા મળતી નથી. આ સમયમાં જો એજન્સી કામ પૂર્ણ કરે તો આવતા વર્ષથી આ ચાર હેરીટેજ સાઇટ્સ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી શકાય તેમ છે

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp