વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત, ગુજરાતમાંથી વિનોદ જોશી થશે સન્માનિત
સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં તેના વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી છે. કવિતાના 9 પુસ્તકો, નવલકથાના 6, ટૂંકી વાર્તાઓના 5, નિબંધો અને 1 સાહિત્યિક અધ્યયનને સાહિત્ય અકાદમી પુરસ્કારો 2023માં જીત મળી છે.
24 ભારતીય ભાષાઓમાં પ્રતિષ્ઠિત જ્યુરી સભ્યો દ્વારા ભલામણ કરાયેલા આ પુરસ્કારોને સાહિત્ય અકાદમીના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેની બેઠક સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી માધવ કૌશિકની અધ્યક્ષતામાં 20 ડિસેમ્બર, 2023ના રોજ મળી હતી.
કેટેગરી પ્રમાણે પારિતોષિક વિજેતાઓની યાદી નીચે મુજબ છેઃ
વર્ગઃ કવિતા
પારિતોષિક વિજેતાઓઃ વિજય વર્મા (ડોગરી), વિનોદ જોશી (ગુજરાતી), મન્સૂર બનિહાલી (કાશ્મીરી), સોરોખાઇબામ ગંભિની (મણિપુરી), આશુતોષ પરીદા (ઓડિયા), સ્વર્ણજીત સવી (પંજાબી), ગજે સિંહ રાજપુરોહિત (રાજસ્થાની), અરુણ રંજન મિશ્રા (સંસ્કૃત) અને વિનોદ આસુદાની (સિંધી)
વર્ગઃ નવલકથા
પારિતોષિક વિજેતાઓઃ સ્વપ્નમય ચક્રવર્તી (બંગાળી), નીલમ સરન ગૌર (અંગ્રેજી), સંજીવ (હિન્દી), કૃષ્ણત ખોત (મરાઠી), રાજશેખરન (દેવીભારતી) (તમિલ) અને સાદિક્વા નવાબ સહર (ઉર્દૂ)
વર્ગઃ ટૂંકી વાર્તાઓ
પારિતોષિક વિજેતાઓઃ પ્રણવજ્યોતિ ડેકા (આસામી), નંદેશ્વર દૈમારી (બોડો), પ્રકાશ એસ. પરિએનકર (કોંકણી), તારાસીન બાસ્કી (તુરિયાચંદ બાસ્કી) (સાંતાલી) અને ટી. પતંજલિ શાસ્ત્રી (તેલુગુ)
વર્ગઃ નિબંધો
પારિતોષિક વિજેતાઓઃ લક્ષ્મીશા તોલપડી (કન્નડ), બાસુકીનાથ ઝા (મૈથિલી) અને જુધાબીર રાણા (નેપાળી)
વર્ગઃ સાહિત્યિક અભ્યાસ
પારિતોષિક વિજેતાઃ ઈ.વી. રામકૃષ્ણન (મલયાલમ)
સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, પુસ્તકોની પસંદગી આ હેતુ માટે નિર્ધારિત પ્રક્રિયા અનુસાર સંબંધિત ભાષાઓમાં ત્રણ સભ્યોની જ્યુરી દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે કરવામાં આવી હતી. પ્રક્રિયા અનુસાર એક્ઝિક્યુટિવ બોર્ડે જ્યુરર્સ દ્વારા સર્વાનુમતે કરવામાં વેલી પસંદગી અથવા બહુમતી મતના આધારે કરવામાં આવેલી પસંદગીના આધારે એવોર્ડ જાહેર કર્યા હતા. પુરસ્કારો એવોર્ડના વર્ષ (એટલે કે 1 જાન્યુરી 2017 થી 31 ડિસેમ્બર 2021 દરમિયાન) પહેલાના પાંચ વર્ષ દરમિયાન પ્રથમ પ્રકાશિત પુસ્તકો સાથે સંબંધિત છે.
12 માર્ચ, 2024ના રોજ કામાણી ઓડિટોરિયમ, કોપર્નિકસ માર્ગ, નવી દિલ્હી ખાતે આયોજિત એવોર્ડ પ્રસ્તુતિ સમારંભમાં પુરસ્કાર વિજેતાઓને એક કેસ્કેટના રૂપમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે, જેમાં ઉત્કીર્ણ તાંબાની તકતી, એક શાલ અને રોકડ રૂ. 1,00,000/-ની રકમનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp